લોકડાઉનમાં દાતાઓના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ-૪ અને આઉટસોર્સ કર્મચારીઓને બનાસકાંઠા કલેકટરના હસ્તે કીટ વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-10 11:54:32
  • Views : 523
  • Modified Date : 2020-04-10 11:54:32

નોવેલ કોરોના (કોવિડ-૧૯) વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે સરકારી કચેરીઓમાં લોકોની સેવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ ફરજરત છે. લોકડાઉનમાં દાતાશ્રોઓના સહયોગથી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વર્ગ-૪ અને આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે ૬૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઉટસોર્સના કર્મચારીઓને સ્લીપર, ગ્લોવ્ઝ, માસ્ક સહિત ઘઉં/લોટ, ચોખા, દાળ, તેલ, મરચું-મીઠું, હળદર સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓની કીટ તૈયાર કરી અધિકારીઓના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.      
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયત
પરિવાર તરફથી જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના હસ્તે જિલ્લા પંચાયત અને તેના તાબા હેઠળની તાલુકા પંચાયતો સબડીવીઝનો ખાતે આઉટસોર્સથી ફરજ બજાવતા રરપ જેટલાં સેવકો, વોટર બેરર, સફાઈ કામદારો અને ડ્રાયવરોને જીવન જરૂરીયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રીતે આ મહામારીમાં ફરજ બજાવતા નાના કર્મચારીઓ પ્રત્યે સંવેદના રાખી  જિલ્લા પંચાયત બનાસકાંઠા  સહભાગી થયું છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર  એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, ટ્રેઝરી ઓફિસર  જે.આઇ.દેસાઇ, સ્વૈચ્છિક સંસ્થાઓના નોડલ ઓફિસર  ચેતન પટેલ અને  મીત પરમાર,  અભિષેક ગોહિલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News