ગાંધીનગર કોંગ્રેસે શ્રદ્ધાસુમન સાથે કિસાનો માટે સત્યાગ્રહ પણ કાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:32:31
  • Views : 328
  • Modified Date : 2020-11-01 11:32:31

અખંડ ભારતનાં શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તથા પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રીમતી ઇન્દિરા ગાંધીની
પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલિનો કાર્યક્રમ આજે ૩૧ ઓક્ટોબરનાં રોજ સવારે કલાકે કોંગ્રેસ કાર્યલય,સે.૨૨, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલ ખેડુત વિરોધી ત્રણ કાયદા સામે આક્રોશ વ્યક્ત કરવા સદર શહીદ દીનને "કિસાન અધિકાર દિવસ "તરીકે
પાળીને બપોરે ૧ થી ૩ સુધી સત્યાગ્રહ અને ઉપવાસનો કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે યોજયો હતો.  આ બંને કાર્યક્રમમાં જિલ્લા કાૅંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રવિણસિંહ ઠાકોર, નરેશજી
ઠાકોર, શનાભાઈ ચૌધરી, અરવિંદસિંહ સોલંકી,
ગોપાળજી ઠાકોર, જીતેન્દ્રસિંહ સોલંકી, ચિમનભાઈ સોલંકી, ડો.જયેશ પરમાર, અમિત
પારેખ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો,
કોપૉરેટર, જિલ્લા-તાલુકા, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો,યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, N.S.U.I, સેવાદળ, વિવિધ સેલ, ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તથા આગેવાનો, કાર્યકરો હાજર રહ્યાં હતાં. જેમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખીને સરકાર દ્વારા  કરવામાં આવેલ આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખવામા આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News