ભારતીય-કિસાન-સંઘે-દ્વારા-ખેડૂતોના-ગંભીર-પ્રશ્નો-બાબતે-સુઇગામ-પ્રાંત-કલેકટરને-આવેદનપત્ર-આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 12:33:38
  • Views : 494
  • Modified Date : 2019-07-28 12:33:38

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ, વાવ ભાભર તાલુકાના ખેડૂતોના ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રાંત કલેક્ટર સુઇગામને આવેદનપત્ર અપાયું હતું. જેમાં વાવ સુઇગામ તાલુકામાં આવેલ તીડના કારણે ખેડૂતોના ખેતીપાકોમાં ભારેથી અતિભારે નુકસાન થયેલ છે. તો સરકાર દ્વારા ૧૦૦ ટકા વળતર આપવામાં આવે અથવા તો પાકવિમો આપવા તેવી રજૂઆત કરાઈ હતી.
ચાલુ સાલે અષાઢ મહિનો
પૂરો થવા આવ્યો છતાં વરસાદ ન થવાથી સુઇગામ, વાવ, ભાભરને અછત ગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને ઘાસ ડેપો ચાલુ રાખવા રજૂઆત કરાઈ, સાથે ખેડૂતોના લાઈટ બિલ માફ કરવા જણાવ્યું હતું. વાવ, સુઇગામ, ભાભર તાલુકામાં માઇનોર, બ્રાન્ચ કેનાલોમાં
પૂરતું પાણી ન મળતું હોય તે કેનાલોમાં તાકીદે પૂરતું પાણી આપવુ નર્મદા વિભાગના અધિકારીઓ ખેડૂતોના કોઈપણ પ્રશ્નો સાંભળવા તૈયાર નથી તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા.
જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી. વળી નર્મદાના અધિકારીઓ તેમની ઓફિસમાં પણ હાજર ન રહેતા હોય અને વારંવાર કેનાલો તૂટવાથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે તેનું વળતર પણ આપવામાં આવે તેવી સરકાર
પાસે માંગ કરી હતી. કેનાલોના કામમાં ભ્રષ્ટ્રાચાર થયેલ છે. એથી રાજ્ય સરકારે જાતે તપાસ કરી સંરક્ષણ દીવાલ અને રોડ બનાવવામાં આવ્યા છે તેમાં  કોન્ટ્રાકટરો અને નર્મદાના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો સરકારને ચૂનો લગાવ્યો હોવાના આવેદનપત્રમાં આક્ષેપ કર્યા હતા.

Download Our B K News Today App



Related News