ઈમાનદારીની કિંમત માત્ર પાંચસો રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:27:51
  • Views : 1068
  • Modified Date : 2020-06-24 11:27:51

હાલમાં કોરોના વાયરસને લઈને ધંધા રોજગાર ધીમી ગતિએ ચાલી રહ્યા છે. લોકડાઉન ના કારણે વેપારીઓ આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયમાં ડીસામાં ચા ની કેટલીએ કામ કરતાં યુવકે પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું
પાડ્‌યું છે. પરંતુ આ યુવકની પ્રામાણિકતાની કિંમત પાંચસો જ આંકી દેવાઈ હતી.
વાત જાણે એમ છે ડીસા ની વર્ધમાન સોસાયટીમાં રહેતા શાહ દિનેશભાઇ પારસમલનું રૂ.૧૫ હજાર ભરેલું પાકીટ ઈન્દિરા ભવન નજીક પડી ગયું હતું. જે ચા ની કિટલીએ કામ કરતા ૨૭ વર્ષીય યુવાન શંકર રામપ્રસાદ ધોબી ને મળ્યું હતું. શંકરે પાકીટ ખોલીને જોતાં તેમાં રૂ. ૧૫ હજાર અને આધારકાર્ડ મળ્યું હતું. જેથી આધારકાર્ડ ના સરનામા ના આધારે દિનેશભાઇ નો સંપર્ક કરી તેમને રૂબરૂ બોલાવીને પાકીટ
પરત સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. એક ચા ની કીટલીએ કામ કરતા આ યુવકને લોકોએ બિરદાવ્યો હતો. તો દિનેશભાઇ એ યુવકની પ્રામાણિકતાની કદર રૂપે માત્ર રૂ. ૫૦૦ ની બક્ષીસ આપી હતી. કોરોના કપરા સમયમાં એક જરૂરીયાતમંદ શંકર ધોબીએ તો તેના સંસ્કાર ના દર્શન કરાવ્યા પણ આવા કિસ્સાઓમાં લોકોની હજુ પણ સૌચ બદલાતી નથી.

Download Our B K News Today App



Related News