Bolav ની ફેક્ટરીમાં Kim પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-07 15:30:50
  • Views : 89
  • Modified Date : 2023-10-07 15:30:50

સુરત જિલ્લાના ઓલપાડતાલુકાના બોલાવ ગામની જીઆઈડીસીમાં ઘી ના ઉત્પાદન સાથે સંકળાયેલી શંકાસ્પદ ફેકટરીમાં કીમ પોલીસે તપાસ શરૂ કરી છે.  ઘી ના કારોબાર સાથે સંકળાયેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સામાન્યરીતે આપણે ઘી ને શક્તિવર્ધક અને પોષણયુક્ત ખોરાક તરીકે આરોગીએ છે પણ તમે સીલપેક ટીનમાંથી પણ અખાદ્ય પદાર્થ આરોગી સ્વસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય તો નવાઈ નહીં? આવોજ એક શંકાસ્પદ મામલો ઓલપાડમાં સામે આવ્યો છે. પોલીસે એક ઘી ના વેપાર સાથે સંકળાયેલી ફેકટરીમાં તપાસ હાથ ધરી ઘી ની ગુણવત્તા જાણવા FSL ની મદદ લીધી છે.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં ખાદ્ય પદાર્થની શંકાસ્પદ  ફેકટરી ચાલતી હોવાની બાતમી કીમ પોલીસને મળતાં કીમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાએ સ્ટાફ સાથે રેડ કરી હતી.પોલીસ ફેકટરીમાં પહોંચી ત્યારે ફેકટરીમાં ઘી નો ખુબ મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જોઈ પોલીસે શંકા અનુભવી હતી.એવી શંકા છે કે હલકી ગુણવત્તાના મટીરીયલ ભેળવી ઘી તૈયાર થતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવી રહી છે. કીમ પોલીસે તાત્કાલિક FSL ની ટીમ બોલાવી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લેવડાવ્યા હતા.  હાલ ઘીના ડબ્બાઓ,સ્ટીકર, કારટુન,પ્લાસ્ટિકની બરણીઓ,ખાલી પૂઠ્ઠાઓ,શંકાસ્પદ ઘી ની પ્રવાહી સહિત 6.1 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.પોલીસે FSL ના રિપોર્ટ સુધી ફેકટરી સિલ કરી છે.

Download Our B K News Today App



Related News