કઠલાલના ખલાલ ગામે બનતા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરના ગેટેથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:08:48
  • Views : 45
  • Modified Date : 2025-03-10 17:08:48

- દસક્રોઇના કણભા ગામના સિવિલ એન્જિનિયરે હરિકૃષ્ના ઈન્ફ્રા. દ્વારા વર્ષથી કામ રાખ્યું હતું

- મુકાદમ સહિતાના માણસો ગાડીમાં બેસાડી ઉઠાવી ગયાનું અજાણ્યા નંબર પરથી યુવાને પિતાને જણાવ્યું : મજૂરીના રૂપિયા 3 લાખ આપી દીકરાને લઈ જાવ : અપહરણકર્તા

કઠલાલ : કઠલાલના ખલાલ ગામમાં બનતા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર પર લેબર કોન્ટ્રાક્ટટરને ગેટ પાસેથી બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી શખ્સો લઈ ગયા હતા. મજૂરીના બાકી નીકળતા રૂા. ૩ લાખ કઢાવવા અપહરણકારો દસક્રોઈના કણભામાં રહેતા સિવિલ એન્જિનિયરનું અપહરણ કરી લઈ ગયા હોવાનો મોબાઈલ પર કૉલ પણ આવ્યો હતો. આ અંગે કઠલાલ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

દસક્રોઈ તાલુકાના કણભા ગામમાં રહેતા સિવિલ એન્જિનિયર પાર્થ સંદીપભાઈ પટેલ પોતાની હરિકૃષ્ના ઈન્ફ્રા નામની લેબર કોન્ટ્રાકનું કામ રાખે છે. પાર્થનું વર્ષથી અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર આવેલા કઠલાલ તાલુકાના ખલાલ ગામ ખાતે બનતા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર પર કામકાજ ચાલુ છે. ગત તા. ૮-૩-૨૦૨૫ના રોજ પાર્થ ખલાલ ગામે ટ્રેનિંગ સેન્ટરે કામ માટે ગયો હતો. 

Download Our B K News Today App



Related News