વાવાઝોડું તેમજ કમોસમી વરસાદને પગલે મીઠી પાલડી પંથકમાં ખેડૂતોને લાખોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 11:34:29
  • Views : 444
  • Modified Date : 2019-11-05 11:34:29

દિયોદરના મીઠી-પાલડી
પંથકના ગામોમાં કમોસમી વરસાદને લઈને ખેતીના પાક સહિત માનવજીવનને વિપરીત અસરો પડી છે. ત્યારે ગઈકાલે આ પંથકમાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ ભારે વરસાદથી ખેતી
પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. જેથી
ધરતીપુત્રોને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે.  
 અરબી સમુદ્રમાં ઉદભવેલ મહા વાવાઝોડાના પગલે સમગ્ર ગુજરાતમાં ત્રણ દિવસ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે મીઠી
પાલડી પંથકમાં શનિવારે અચાનક બપોરના સુમારે વાદળો ચડી આવ્યા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ જતા કારતક માસમાં અષાઢી માહોલ સર્જાવા પામ્યો હતો. જેના
પગલે ધરતીપુત્રના જીવ પડીકે બંધાયા હતા.  ચોમાસા દરમિયાન સતત વરસાદના
પગલે મીઠી પાલડી પંથકમાં ડેન્ગ્યુ, જેવી બીમારીએ માથુ ઊંચક્યું છે. તેમજ વરસાદી માહોલને કારણે ઠેર-ઠેર ભરાયેલા પાણીને લીધે ડેંગ્યુના કેસમાં વધારો પણ થઈ શકે છે.
તેમજ ઉપરોકત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, દાડમ જેવા
પાકોને લાખોનું નુકસાન થવા
પામ્યું છે. તેમજ અમુક ખેડૂતોનો વધ્યો ઘટયો પાક પણ બગડી જતાં ખેડૂતોની હાલત અતિ કફોડી બનવા પામી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તંત્ર યોગ્ય સર્વે હાથ ધરી ધરતીપુત્રોને યોગ્ય સહાય આપે તેવુ પંથકના ખેડૂતો ઈચ્છી રહયા છે.

Download Our B K News Today App



Related News