ડીસાની શ્રી નવજીવન બી.એડ કોલેજ ખાતે "ખુશી કા ઓપન પાસવર્ડ – જર્ની ઓફ હેપ્પીનેસ" કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:09:25
  • Views : 166
  • Modified Date : 2022-04-14 15:09:25

 

ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ કોલેજ ખાતે તેજ જ્ઞાન ફાઉન્ડેશન અને શ્રી નવજીવન બી.એડ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે ખુશી કા ઓપન પાસવર્ડ જર્ની ઓફ હેપીનેસ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પુના સ્થિત મનન આશ્રમથી હેમંતભાઈ મુખ્ય ટ્રેનર તરીકે પધાર્યા હતા. તેમની સાથે જીતુભાઈ, ઉર્વીબેન અને કામિનીબેન હાજર રહ્યા હતા. સૌપ્રથમ શાબ્દિક સ્વાગત દ્વારા તમામનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પુસ્તક અને શાલ વડે મહેમાનો નુ સ્વાગત કર્યા બાદ મુખ્ય ટ્રેનર હેમંતભાઇએ દ્વારા છેલ્લા વીસ વર્ષ થી વિવિધ શિબિરોના માધ્યમથી યુવાઓને જાગૃત કરવામાં આવે છે. તેઓએ ખુશી માટેના દસ કદમ સમસ્યાને દૂર કરવા માટેનો નવો દ્રષ્ટિકોણ, તણાવમુક્તિ જીવનની માસ્ટર-કી તેમજ સફળ જીવનનું રહસ્ય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ વિડીયો દ્વારા તેઓના પ્રવચનો તાલીમાર્થી સમક્ષ મૂક્યા હતા. ત્રણ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં વિચારોના બદલાવ દ્વારા વિશ્વ બદલાવની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. લક્ષ નિર્ધાર કેવી રીતે કરવું? તે વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી છે. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક અમિતકુમાર સોલંકીએ કર્યું હતું. કાર્યક્રમમાં બી.એડ સેમ 2 અને 4 તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, પ્રાધ્યાપક નિરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, અમિતભાઈ ઠાકર, બીનાબેન પટેલ, રમેશભાઇ પટેલ, લાઈબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનાભાઈ પટેલ તેમજ અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News