સેક્ટર ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે આગ, કોર્પોરેટરે આપેલી ખુરશીઓ સ્વાહા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:26:23
  • Views : 298
  • Modified Date : 2020-12-06 11:26:23

ગાંધીનગર સેકટર-૬ ખાતે આવેલા ચંદ્રમોલેશ્વર મંદિરમાં રાત્રે ૧૧ઃ૩૦ કલાકે શોર્ટ સર્કિટથી ભયાનક આગ લાગી હતી. જેમાં મંદિરને ભારે નુકશાન પણ થયું હતું. ફાયર વિભાગ દ્વારા તાબડતોડ કામગીરી કરતા આગને કાબુમાં લીધી હતી.
૪ ડિસેમ્બરની રાત્રે ૧૧.૩૦ની આજુબાજુ ચંદ્રમોલેશ્વર મંદિરમાં એકાએક ભયાનક આગ લાગતા મંદિરમાં રહેલી ૧૦૦થી પણ વધારે ખુરશીઓ બળીને રાખ થઈ ગઈ હતી. તેમજ મંદિરની છતને પણ ભારે નુકસાન થયું હતું. જેમાં કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલું વોટર કુલરને પણ  નુકસાન થયું હતું. ફાયર વિભાગ દ્વારા ઝડપથી પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત સેક્ટર ૬માં ઘટના બનતા તેના સ્થાનિક કોર્પોરેટરો સવારે ઘટના સ્થળે પહોંચી મંદિરનું નિરીક્ષણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News