૧૫ વર્ષ અગાઉ ખેલાયેલા ખુની ખેલનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 10:46:36
  • Views : 580
  • Modified Date : 2019-07-21 10:46:36

પાટણ તાલુકાના બાલવા ગામે ૧૫ વર્ષ અગાઉ પંચાલ સમાજની એક પરિણિતાએ અગનપિછોડી ઓઢી આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી. જેમાં તેણીના સાસરીયાઓ સામે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જોકે, આ પરણિતા વર્તમાન સમયે જીવીત અને મહેસાણા ખાતે તેના પ્રેમી સાથે રહેતી હોવાનું ખુલવા પામ્યું છે. બીજી તરફ ૧૫ વર્ષ અગાઉ તેણીની જગ્યાએ આ
પરિણિતાના પ્રેમીએ બનાસકાંઠા જિલ્લાના ખિમાણા ગામની
અસ્થિર મગજની મહિલાને
 ઉપાડી લાવી કેરોસીન છાંટી સળગાવી કૃર હત્યા કરી હોવાનું અને તેની લાશ નજીક
પરણિતાની સાડી મુકી બંને ફરાર થઇ ગયા હોવાનો બનાસકાંઠા પોલીસે ઘટસ્ફોટ કરતાં ખુની ખેલનો ભેદ ઉકેલાયો છે.
બનાસકાંઠા – પાટણમાં ભારે ચકચારી બનેલા ખુની ખેલનો ભેદ બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ પોલીસવડા અજીત રાજીયાણના માર્ગદર્શન હેઠળ એલસીબી
પોલીસે ઉકેલ્યો છે. આ અંગે એલસીબી પીઆઇ પી. એલ. વાઘેલાએ પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, બે માસ અગાઉ કાંકરેજ તાલુકાના ખિમાણા ગામે રૂપિયા ૨૦,૦૦,૦૦૦ની ઘરફોડ ચોરીમાં મુખ્ય સુત્રધાર વિજુભા મણાજીની અટકાયત કરવામાં આવી હતી. જેની તપાસમાં આ શખ્સે ૧૫ વર્ષ અગાઉ પાટણ તાલુકાના બાલવા ગામે તેની પ્રેમિકા ભીખીબેન પ્રકાશભાઇ
પંચાલને પામવા માટે કાવત્રુ રચી અસ્થિર મગજની મહિલાને સળગાવી ખોટા પુરાવા ઉભા કરી બંને ફરાર થઇ ગયા હતા. આ હત્યાનો ભેદ ઉકેલી પ્રેમી- પ્રેમિકા તેમજ હત્યા કરનારા સાગરિતોની અટકાયત કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News