થરાદ સોની એસોસિએશન દ્વારા સરકારના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-23 10:55:55
  • Views : 494
  • Modified Date : 2020-11-23 10:55:55

ગુજરાત રાજ્ય અને બનાસકાંઠા જિલ્લામાં કોરાના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અને થરાદમાં એક દિવસમાં ૨૦ કેસો પોઝિટિવ આવ્યા છે. ત્યારે સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે,
કોઈપણ જગ્યાએ જાહેર કાર્યક્રમ કે માણસોનો મેળાવડો થવો ન જોઈએ અને થાય તો તાત્કાલિક શહેર હોય તો ચીફ ઓફિસર અને ગ્રામ્ય વિસ્તાર હોય તો તલાટીને તંત્રને જાણ કરવી
પરંતુ અહીં તો અલગ નજારો જોવા મળ્યો હતો. જેમાં થરાદ ખાતે સોની સમાજના એસોસિએશનનો સ્નેહમિલન યોજવામાં આવ્યો હતો. જેમાં ઘણા બહોળી સંખ્યામાં માણસોનો  મેળાવડો કરવામાં આવ્યો હતો. તેમજ સોની સમાજના માણસો દ્વારા ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમજ માસ્ક પણ જોવા મળ્યા ન હતા આથી આવા કાર્યક્રમો જો સરકારની રહેમ નજર હેઠળ થશે તો કોરાનાનું સંક્રમણ વધવા લાગશે  તેમ જ આવા કાર્યક્રમો પર રોક લગાવવી જોઈએ. સોની સમાજ એસોસિએશનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો માસ્ક અને બે ગજ અંતર પણ ના રાખી સરકારના પરિપત્રનો અનાદર કરાયો હતો.
દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત કોરોનાના  સંક્રમણને રોકવા માટે અમદાવાદ સહિત મોટા શહેરોમાંમાં રાત્રી કરફ્યુ નાંખવામાં આવ્યો છે રાત્રે બધાજ કર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે કોઈ જગ્યાએ ભીડ ભાંડ ન થાય તે માટે વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે અને લગ્ન જેવા પ્રસંગો પણ દિવસે કરવા અને દરેક વ્યક્તિ મોઢે માસ્ક પહેરવો તથા બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું અને કોઈ જાહેર કાર્યક્રમો રાત્રીના કરવા અને જે કાર્યક્રમ કરો તેનું પોલીસ સ્ટેશને જાણ કરવી. અને યાદી આપવી તો થરાદ સુવર્ણકાર એસોસિએશન દ્રારા રાત્રે સ્નેહમિલન મિલન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સુવર્ણકાર એસોસિએશનના લોકો માસ્ક
પહેર્યું નહતું. અને બે વ્યક્તિ વચ્ચેનું અંતર પણ નહતું, વળી રાત્રે કોઈ કાર્યકમ ના કરવાનો સરકારનો પરિપત્ર હતો. તો આ કાર્યક્રમ કેવી રીતે કરવામાં આવ્યો જેવા અનેક સવાલો ઉઠયા હતા.

Download Our B K News Today App



Related News