ધાનેરામાં ડોક્ટરો દ્વારા ખુલ્લેઆમ મેડીકલ વેસ્ટ નાંખવામાં આવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 12:07:40
  • Views : 457
  • Modified Date : 2019-07-09 12:07:40

ધાનેરા તાલુકામાં મુન્નાભાઇની હાટડીઓ વધી જતાં તેમનો મેડીકલ વેસ્ટ આડા અવળા રસ્તામાં નાંખવામાં આવતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. તાજેતરમાં ધાનેરાના નદીના પુલ નીચે અને વ્હોળાઓમાં આવા મેડીકલ વેસ્ટના ઢગલાંઓ જોવા મળી રહ્યા છે તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકો સામે કોઇ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.
સરકાર લોકોના આરોગ્ય બાબતે વધું ચિંતિત છે અને લોકોના સ્વાસ્થય માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ આરોગ્યના અધિકારીઓ પોતાની પુરતી તપાસ ન કરતા હોવાથી મુન્નાભાઇઓ ડોક્ટરો બનીને ગામડાઓમાં ધુમ મચાવી રહ્યા છે.  તેઓએ લોકોને એલોપેથીમાં વાપરેલ મેડીકલ વેસ્ટ જાહેરમાં નાંખતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ બહાર આવ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કોઇ પગલાં લેવામાં આવતા નથી જેના કારણે આવા મુન્નાભાઇઓ જાહેરમાં મેડીકલ વેસ્ટ નાંખી રહ્યા છે. હાલમાં ધાનેરાની રેલ નદી અને બીજા ગામડાઓના નદીના પુલ હોય કે બાવળોની ઝાડીવાળો વિસ્તાર હોય તેમાં આ મેડીકલ વેસ્ટ નાંખવામાં આવી રહ્યો છે.  તે મેડીકલ વેસ્ટ ત્યાં ફરતા પશુઓના પેટમાં જતો હોય છે. તો આ બાબતે આરોગ્ય વિભાગ જાગૃત બનીને આવા મુન્નાભાઇઓ તેમજ અન્ય ડોકટરોને ત્યાં મેડીકલ વેસ્ટના લાયસન્સ છે કે નહી તે ચેક કરે અને ન હોય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવુ લોકો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News