નવાચામુ ગામમાં પાણીનો ખુલ્લેઆમ વેડફાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 11:12:19
  • Views : 390
  • Modified Date : 2020-02-20 11:12:19

વડાલી તાલુકાના નવાચામું ગામે છેલ્લાં કેટલાંય
મહિનાઓથી ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની લાઈનો તૂટવા અને લીકેજ થવા પામી છે. જેના કારણે ગામની અંદર ચાલવુ મુશ્કેલ બની રહ્યુ છે. ગામની અંદર રોડ રસ્તાઓ ઉપર જયા જુઓ ત્યાં પાણીજ પાણીમાં નવાચામું ગામમાં કોઈ પ્રસંગ હોય અને વરઘોડો કાઢવાનો હોય ત્યારે અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. જયારે ગ્રામજનો દ્વારા જુનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાણ કરવામાં આવવા છતાં લીકેજ પાણીની લાઈનો રીપેર કરવામાં આવતી નથી. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શું પંચાયતના ગામમાં જા કોઈ પાણીની લાઈનો લીકેજ અથવા તૂટવા પામે તો રીપેર કરવા માટે કોઈ માણસ રાખવામાં નહિ આવ્યો હોય કે પછી ખાલી પંચાયતના ચોપડે ખર્ચાજ ઉધારવામાં આવે છે. આવા કેટલાંય સવાલો આ જૂનાચામું ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઉઠવા પામ્યા છે લોકોનું કહેવું છે કે જુનાચામું પંચાયતના સરપચ કે તલાટીને આવા કામો કરવામાં કોઈજ રસ નથી. બસ એમને તો મોટા મોટા કામકાજના બિલો પાસ કરવામાં જ રસ હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે પંચાયતમાં આવતા કેટલાંય ગામો કેટલીય સમસ્યાઓથી પીડાતા હશે અને જુનાચામું પંચાયતના સરપંચ અને તલાટી પોતાની મન મરજી મુજબ અહીં પોતાનું રાજ ચલાવે છે તેમ આ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાવા મળી રહ્યુ છે. હવે જાવાનું એ રહ્યુ કે આ નવાચામું ગામની અંદર પંચાયતી પાણીની લાઈનો તૂટેલી અને લીકેજ છે તે રીપેર કરવામાં આવશે કે પછી આજ રીતે કિંમતી પાણીનો વેડફાટ થતો જ રહેશે. આટલી મોટી માત્રામાં રોડ પર વહેતા પાણી માટે જવાબદાર કોણ ? જા સત્વરે લીકેજ પાણીની લાઈનો રીપેર કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ગામની અંદર રસ્તાઓ ઉપર નદીઓ વહેતી જાવા મળશે અને રસ્તાઓ ઉપરથી પસાર થવું મુશ્કેલ બની રહેશે.

Download Our B K News Today App



Related News