યુનિવર્સિટીમાં નિર્માણાધિન સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાબતે કન્ટ્રક્શન કંપની પાસે ખુલાસો પૂછવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 12:02:25
  • Views : 439
  • Modified Date : 2019-07-09 12:02:25

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પાટણના કેમ્પસમાં આવેલા રમતગમત મેદાન ખાતે નિર્માણાધીન સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષમાં સ્લેબ  ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે સમયે સ્લેબ તૂટીને નીચે પડતાં એન્જિનિયર સહિત ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે બાબતની ગંભીરતા જોઈને અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન કંપનીને આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરવા સુચના આપવામાં આવી છે.
યુનિવર્સિટીમાં આવેલા રમતગમતના મેદાન ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ કક્ષાનું રૂપિયા સાતથી આઠ કરોડના ખર્ચે નેશનલ કક્ષાનું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ કાર્ય છેલ્લા કેટલાક મહિનાઓથી
પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બે ત્રણ દિવસ અગાઉ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષમાં નવીન  સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન જમીન પર ઉભા કરવામાં આવેલા ટેકા ભેજનાના કારણે એકાએક  ખસી જતા નવીન સ્લેબ સહિતનું કાટમાળ નીચે
પટકાતા તેના ઉપર કામ કરી રહેલા કન્સ્ટ્રકશન કંપનીના એન્જિનીયર અને ત્રણ મજૂર પણ નીચે પટકાયા હતા. જેમની ઇજાઓ થતા તાત્કાલિક ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીમાં નિર્માણાધીન સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષ માં સ્લેબ તૂટી
પડવાની ઘટના ના કારણે ચાર વ્યક્તિઓને ઇજાઓ થતા આ બાબતે યુનિવર્સિટી તંત્ર દ્વારા આ કામગીરી કરી રહેલી મારુતિ કન્સ્ટ્રક્શન
કંપનીને જે ઘટના બની તે બાબતનો ખુલાસો રજુ કરવા માટે લેખિતમાં સૂચના આપવામાં આવી છે. તેમ યુનિવર્સિટીના રજિસ્ટાર ડાp. ડી.એમ. પટેલે જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News