મીડિયા રિપોર્ટર ઉપર ખોટી ફરિયાદ થયાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 12:13:36
  • Views : 428
  • Modified Date : 2020-06-16 12:13:36

અમીરગઢ તાલુકા રિપોર્ટર તરીકે કામ કરતા એક
રીપોર્ટરના જણાવ્યા મુજબ આર.ટી.ઓ. અધિકારી દ્વારા કરાયેલ ફરિયાદ ખોટી ફરિયાદ છે અને અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી તેમને ફસાવી રહ્યા છે તેવું જણાવતા અમીરગઢ મીડિયા એસોસિએશયન તેમની વ્હારે આવ્યું હતું અને અધિકારીઓ સત્તાનો ખોટો દુરઉપયોગ કરી મીડિયાકર્મી અને મીડિયાના અવાજને દબાવવા કે ફસાવવાના ખોટા પ્રયત્નો ના કરે, તેમજ કેસની યોગ્ય તપાસ કરી મીડિયાકર્મીને યોગ્ય ન્યાય મળે તે આશયથી અમીરગઢ મીડિયા એસોસિએશયન દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અશોકભાઈ દેઓલ દ્વારા થોડાક સમય પહેલા ટ્રક ચાલકને ખોટી રીતે હેરાન કરતા આરટીઓ  ઇન્સ્પેક્ટરના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેથી અકળાઈ ઉઠેલા
આરટીઓ ઇન્સ્પેક્ટરે અશોકભાઈ ઉપર ખોટી રીતે ફરિયાદ કરી દેશનો ચોથો સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે તા. ૧૧—૫-૨૦૨૦ ના રોજ અમીરગઢની જૂની સેલટેક્સ ઓફિસ નજીક આવેલ અરવલ્લી (પવન) સિમેન્ટ ફેક્ટરી આગળ એક હોટલની આગળ પાર્ક કરેલી ટ્રક નંબર આરજે. ૨૪ .જેએ. ૪૧૪૪ હતી. જે ટ્રકને
આરટીઓ અધિકારી અભિમન્યુ શર્મા દ્વારા ટ્રક ડ્રાઇવર જોડેથી ગાડીના કાગળો સહિત ટેક્સની રસીદ માંગવામાં આવી હતી. પરંતુ ડ્રાઈવરે આરટીઓને હોટલ
પર ટ્રક પાર્ક કરીને ટ્રકનો ટેક્સ ભરવા જવાનું કહ્યું હતું તેમ છતાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વાહનની આરસી બુક તથા ગાડીના અન્ય કાગળો માંગી હેરાન કરવામાં આવતો હતો. આવું ટ્રક ડ્રાઈવરે પત્રકાર અશોકભાઈ દેઓલને જણાવતા અશોકભાઈએ આરટીઓ ઇસ્પેક્ટરને આ બાબતે કહેલ કે અત્યારે કોવિડ-૧૯ નું લોકડાઉન ચાલી રહ્યુ છે. હાલમાં ઓનલાઇન સેવાઓ સરકાર તરફથી બંધ કરવામાં આવેલ છે તેમ છતાં તમે વાહન ચાલકને શા માટે હેરાન કરો છો. આ સમગ્ર ઘટના અશોકભાઈએ પોતાના કેમેરામાં કેદ કરી પોતાની ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારબાદ અકળાઈ ઉઠેલા આરટીઓ એ ત્રણ દિવસ બાદ અશોકભાઈ ઉપર અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ બાબતે અશોકભાઈ ઉપર ખોટી ફરિયાદ કરી ખોટી રીતે ફસાવવાનો અને મીડિયાના અવાજને દબાવવાનો પ્રયત્ન જણાઈ આવતા આ બાબતને ધ્યાને રાખી  અમીરગઢ મીડિયા એસોસિએશયન દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News