પાટણમાં ચાણસ્મા નજીક ખોરસમ કેનાલ એક મહિલાએ પોતાની બે વર્ષની બાળકી અને ભાણીને પોતાની સાથે બાંધીને કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 12:26:26
  • Views : 358
  • Modified Date : 2021-05-29 12:26:26

     પાટણમાં દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓ વધતી જાય છે... ક્યારેક ઘરકંકાસથી કંટાળીને તો ક્યારેક વ્યાજખોરોના ત્રાસથી તો ક્યારે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાટણના ચાણસ્મા નજીક ખોરસમ કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત બપોરના સમયે ભુલાપુરા ગામની એક મહિલાએ પોતાની બે વર્ષની બાળકી અને ભાણીને પોતાની સાથે બાંધીને રામગઢ કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી.

    ત્યારે સ્થાનિક તરવૈયા દ્વારા દિવસ ભર શોઘખોળ કરતા આજે કેનાલમાંથી ત્રણેયની લાશ મળી આવી હતી...સ્થળ પરથી એક્ટિવા તેમજ અન્ય પુરાવા મળતા અન્ય શોઘખોળ હાથ ધરાઈ છે...ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટના અંગે જાણ થતાં મૃતક મહિલાના પતિને થતાં પતિ પણ કેનાલ પાસે આવી પહોંચ્યા હતાં..અને પતિએ ભાવુક થઇને જણાવ્યુ હતું કે મને ખબર નથી કે તેણે આમ શા માટે કર્યું. ઘરમાં તેને કોઇ તકલીફ ન હતી...

    બે કાંઠે વહેતી વિશાળ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી આ મહિલાઓના કેનાલમાં ઝંપલાવ્યા બાદ લોકો દોડી આવ્યા હતા. જેમાંથી કેટલા લોકોને તરતા આવડતું હોવાથી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વહેતા સાંજ સુધી કેનાલમાંથી કોઈપણ તરવૈયા કે પોલીસ જવાનોને કંઈપણ હાથ લાગ્યું નહોતું. જોકે, આજે શોધ ખોળ દરમિયાન બે વર્ષની બાળકી, એક બાળકી અને મહિલા સહિત ત્રણ લોકોની લાશ મળી આવી હતી.

    ચાણસ્મા પોલીસ મથકના PSI આર.વી. પટેલે જણાવ્યું હતું કે, ઘટનાથી જાણ થતાં જ અમે આવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં ભુલપુરા ગામની એક મહિલા તેની બે વર્ષની પુત્રી અને ભાણીને પોતાની સાથે બાંધીને કેનાલમાં કૂદી હોવાની વિગતો મળી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    મૃતક મહિલાના પતિ બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે બપોરે ખાઈ પરવારીને ગરમીના કારણે ઘરમાં આરામ કરી રહ્યા હતા અને અચાનક દોઢથી પોણા બેના ગાળામાં મારા ફોન ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે. તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યા હતા. કોઈ દિવસ અમારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઇ પ્રકારની તકલીફ હતી નહીં. કયા કારણોસર આવું પગલું ભર્યું છે તે હજુ મને પણ સમજાતું નથી તેમ કહીને પોતે ભાવુક બની ગયા હતા.

Download Our B K News Today App



Related News