પાટનગરમાં ખોદકામને લીધે અનેક વેપારીના ધંધા પર ભારે અસર ગાંધીનગરમાં ઠેર ઠેર ખોદકામના કારણે વેપારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 11:58:09
  • Views : 662
  • Modified Date : 2020-11-09 11:58:09

ગાંધીનગરમાં હાલ રસ્તા
પહોળા કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જ્યારે બીજીબાજુ દિવાળી ટાણે રસ્તા મોટા કરાતા પાર્કિંગમાં મોટી સમસ્યા સર્જાઈ છે જેના કારણે લોકો ઉભા રહેતા નથી અને ધંધા રોજગારમાં મોટો માર પડે છે એક બાજુ કોરોના મહામારીના કારણે પહેલેથી જ ધંધા રોજગાર ઠપ છે ત્યારે બીજી બાજુ આ બીજો માર વેપારીને સહન કરવો પડી રહ્યો છે.
વેપારીઓને મંદીના ખાડાનો માર સતત પડી રહ્યો છે. ફૂટપાથ અને ભૂંગળાના કારણે આડેધડ ખોદેલા ખાડાથી ગ્રાહકે દુકાને જવાનું ટાળે છે. ધંધામાં ૨૦ ટકા પણ ઘરાકી નહીં થતા વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે.
કોરોના બાદ લોકોની ખરીદ શક્તિ પણ ધીમી પડી ગઈ છે. અત્યારે માર્કેટમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે. મંદીના કારણે એનેક વેપારીઓ નવા ધંધા કરવા મજબૂર બની ગયા છે. જ્યારે બીજી પનોતી ઘૂસી હોય તેમ દરેક જગ્યાએ
વેપારીઓની દુકાનો પાસે ખોદેલા ખાડાથી પ્રજાજનો અને વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે દિવાળી જેવા તહેવારોમાં ધંધા ખૂલ્યા છતાં ગ્રાહકોની જે ભીડ જામતી હતીતે જામતી નથી. નવી ફૂટપાથો ભુંગળા બનાવતા સમગ્ર ગાંધીનગરમાં ફેર-ફેર ખોદકામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રોડ રસ્તા પૂર્ણ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.ત્યારે કોરોના મહામારીની જંગમાં ઝઝૂમતા વેપારીઓ છેલ્લા છ મહિનાથી વેપાર ધંધો થઈ રહ્યો નથી ત્યારે સમગ્ર ગાંધીનગરમાં ખોદકામની કામગીરી ચાલુ હોવાથી દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતનું કહેવાતુ
પાટનગર ગાંધીનગરમાં બે ટર્મમાં ૨ વખત નવી ફૂટપાથો બનાવવામાં આવી અને તોડી નાંખવામાં આવી ત્યારે ત્યારબાદ હવે ભૂંગળા (સ્ટ્રોમવોટર લાઈન) નાંખવાનું કામ શરુ થતાં દરેક જગ્યાએ ખોદકામ કર્યા બાદ અત્યારે મોટાભાગનું કામ બંધ છે. જ્યાં ચાલે છે ત્યાં મંદ અને ધીમી ગતિએ ચાલતા સૌથી વધારે વસાહતીઓને અને નાગરિકો તથા વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. ગાંધીનગર મનપા દ્વારા ભુંગળા નાંખવાના કામના કારણે લોકોને આવન જાવન
પાર્કિંગ જેવી સ્થિતિના કારણે વેપારીઓને ત્યાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યાં છે. ત્યારે મોટાભાગે સેક્ટરોના માર્ગ
ઉપર ખોદેલા ખાડાઓના કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે
પાર્કિંગનો પ્રશ્ન પેચિદો બન્યો છે. રોડ રસ્તા નાના થઈ જતાં સાંજે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે ખોદેલા ખાડાને કારણે વેપારીઓને ત્યાં સાત કોઠા વીંધીને જવું પડે જેથી મોટાભાગના વેપારીઓ માખીઓ મારી રહ્યાં છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવન જાવન કરી શકે તે માટે મનપાએ જે તે
કંપનીને ભુંગળાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે આવન જાવન કરી શકે તે માટે વૈકલ્પિક સીડી મૂકવા પણ લોકમાંગણી ઊઠવા પામી છે.

Download Our B K News Today App



Related News