પાટણ શહેરના સુભદ્રાનગરમાં બિનપરવાનગી ખોદકામને ખાણ ખનીજ વિભાગે અટકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:47:27
  • Views : 503
  • Modified Date : 2019-06-13 11:47:27

પાટણ શહેરના સુભદ્રાનગરમાં બિનપરવાનગી  રીતે એક ખાનગી પ્લોટમાં  જેસીબી મશીન દ્વારા ખોદકામ કરીને ટ્રેક્ટર વડે એક સ્થળેથી બીજા સ્થળે માટીનું વહન કરવામાં આવતું હોવાની જાણ ખાણ ખનીજ વિભાગને થતાં બિનપરવાનગી ચાલી રહેલા ખોદકામને અટકાવીને  ટ્રેક્ટર અને જેસીબી મશીનને જપ્ત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરી પાટણ દ્વારા હાઇવે માર્ગો પર  ઓવરલોડ અને બિનપરવાનગી વગર નીકળતા રેતીના ડમ્પરોના ચાલક સામે અવાર-નવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. જેના કારણે પાટણ શહેર અને જિલ્લામાં રોયલ્ટીની ચોરી કરી ઓવરલોડ અને બિન પરમિશન વગર રેતી વહન કરીને નીકળતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ગતરોજ પાટણ શહેરના સુભદ્રાનગર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર ભોંયરાનું કામકાજ હાથ ધરી તેમાંથી નીકળતી માટીને અન્યત્ર લઈ જવાતી હોવાની બાતમી
 પાટણ ખાણ ખનીજ વિભાગની કચેરીના અધિકારી પરેશભાઈ
પટેલ સહિતનાઓને મળતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી
તપાસ હાથ ધરતા બિન
પરવાનગી જમીનમાં ભોયરાનું ખોદકામ  ચાલુ હોવાનું ધ્યાને આવતા અને જમીનમાં ખોદાણ કરાયેલી માટીને ટેક્ટર મારફતે અન્યત્ર ખસેડવામાં આવી રહી હોવાનું જણાતા પરેશભાઈ
પટેલ સહિતના કર્મચારીઓએ સુભદ્રાનગરમાં ચાલી રહેલા ભોયરાની કામગીરી અટકાવી  જમીન ખોદકામ માટે અને માટી વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ જેસીબી મશીન અને ટ્રેક્ટરને જપ્ત કરી કલેકટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ વિભાગની કચેરીમાં લાવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News