સરસ્વતી તાલુકાના ખોડાણા ગામનો રસ્તો બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 11:35:51
  • Views : 411
  • Modified Date : 2019-10-03 11:35:51

સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના ચમનપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડી કેન્દ્રના ભુલકાઓ  કાચ અને કાદવ કિચડ વાળા રસ્તામાં પસાર થઇ શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે.
ખોડાણા ગામની સીમ વિસ્તારમાં ૨.૫ કિ.મી.ના અંતરે કાચા રસ્તા ઉપર
ચમનપુરા પ્રાથમિક શાળા અને બાજુમાં આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે. તેમાં પ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણના ૧૧૦ અને આંગણવાડી કેન્દ્રના ૫૫ મળી કુલ ૧૬૫ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ વરસાદની મોસમ ચાલુ હોવાથી આ કાચા રસ્તામાં પાણી ભરાઇ જવાના લીધે રાહદારીઓને દૂધ ભરાવવા તેમજ શાળાના વિદ્યાર્થીઓ પાકા રસ્તાના અભાવે ૨.૫ કિ.મી.ના અંતરમાં અટવાય છે.
ગ્રામપંચાયતના સરપંચ હાલાજી વિરાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં ઘણાં સમયથી માંગણીઓ હોવા છતાં અવગણના થઇ રહી છે. ગામના સામાજીક કાર્યકર જયંતિજી હેમચંદજી ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ શાળાથી પાકા રોડને જોડતાં કાચા રસ્તા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.
ગામના યુવાન પરેશજી સારજીજી ઠાકોરે જણાવ્યું હતું કે ખોડાણાથી ચમનપુરા સુધીનો કાચો રસ્તો છે. જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ભાજપ કોંગ્રેસના બંન્ને પાર્ટીના ઉમેદવારો પાકો રસ્તો બનાવવાનું વચન આપીને જાય છે પણ કશું થયું નથી. અમારા બાળકોને ભણવા જવા માટે તેમજ કોઇ વ્યક્તિ બીમાર થાય,  કાંતો ડિલેવરી સમયે આ કાચા રસ્તામાં થઇને પસાર થવું પડે છે. આથી આ કાચો રસ્તો પાકો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News