ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ બનાસકાંઠાના ગઢ ગામે પહોંચ્યા : પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:41:54
  • Views : 251
  • Modified Date : 2021-12-18 12:41:54

ખોડલધામ ના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાત માં ગામડાઓ અને શહેરો માં પાટોત્સવ ના આમંત્રણ આપવા ફરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના ગઢ ગામે આજે નરેશ પટેલ નું આગમન થતા જિલ્લાભરના પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને બાદ માં સભા સ્થળે જિલ્લાભરના પાટીદાર સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.નરેશ પટેલ પાટોત્સવ માં પધારવા સમગ્ર જિલ્લાના પાટીદારો ને આમંત્રણ આપ્યું હતું જોકે બાદ માં પત્રકારો સાથે ની વાતચીત માં નરેશ પટેલ જણાવ્યું હતું કે પાટોત્સવ ના આમંત્રણ માટે આજે ગઢ આવવાનું થયું છે જોકે પેપર લીક બાબત ને દુઃખ ગણાવી કસૂરવાર સામે કાર્યવાહી થવી જોઈએ સાથે ભુપેન્દ્ર પટેલ ની સરકાર વિષે પૂછતાં નરેશ પટેલ બોલવાનું ટાળ્યું હતું.

 

નરેશ પટેલ ના આગમનને લઈને પાટીદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નરેશ પટેલ સાથે પાલનપુર ના ધારાસભ્ય મહેશ પટેલ ,પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Download Our B K News Today App



Related News