ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:33:42
  • Views : 570
  • Modified Date : 2019-04-04 11:33:42

ખોડા ચેકપોસ્ટે ટ્રક નં. પી.બી. ૦૧ એલ ૯૫૭૩ મા સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ ૩૦૨ બોટલો કુલ નંગ ૩૬૨૪ કુલ કિંમત રૂ.૧૮,૧૨,૦૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઇસમોને  થરાદ પોલીસે ઝડપી પાડયા હતા.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલના  માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણની સૂચના મુજબ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા થરાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર જે.બી. આચાર્ય  તથા પો.સ.ઇ કે.જી.
પરમાર તથા પો.સ.ઇ. કે.કે.રાઠોડ વિ.પોલીસ સ્ટાફના માણસો સાથે ખોડા ચેકપોસ્ટ
ઉપર વાહન ચેકિંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન સાંચોર તરફથી ટ્રક નં. પી.બી. ૦૧ એલ ૯૫૭૩  નીમાં ઢોરોના ખાણના ભરેલા કોથળાની વચ્ચે ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવનાર છે. જે હકીકત આધારે ખોડા ચેકપોસ્ટ ઉપર વોચમાં હતા દરમ્યાન ઉપરોકત ટ્રક ગાડી આવતા જે ગાડીના ચાલકને ગાડી ઉભી રખાવવા હાથથી ઇસારો કરતા તેણે તેની ટ્રક સાઇડમાં લઇ ઉભી રાખત




Download Our B K News Today App



Related News