શેરપુરા પાટીયા પાસે ઓઈલ ચોરી કૌભાંડ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 11:37:10
  • Views : 655
  • Modified Date : 2020-06-03 11:37:10

બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર તાલુકાના કાણોદર નજીક શેરપુરા ગામના પાટિયા પાસે એક ખેતરમાંથી પસાર થતી આઇ.ઓ.સી. ની પાઇપલાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવાનું ષડયંત્ર ઝડપાઇ જવા પામ્યુ છે.
પાલનપુર એસ.ઓ.જી. સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન શેરપુરા પાસે આવેલી હોટલ નવજીવન નજીક ચેકિંગમાં હતા. તે દરમિયાન હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં એક ટેન્કર ઉભેલ હોઇ શંકા જતા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો
પર્દાફાશ થઈ ગયો હતો. આ બાબતે આઇઓસી કન્ટ્રોલ રૂમને તેમજ છાપી પોલીસને પણ જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં ખેતર માલિકની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે સમગ્ર મામલે હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના શેરપુરા પાસે આઇ.ઓ.સી.ની પાઇપલાઇનમાં પંક્ચર પાડી ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું છે. છાપી પંથકમાં અગાઉ પણ ઓઇલ ચોરીના કૌભાંડો પ્રકાશમાં આવી ચૂક્યા છે. હાલમાં કોરોનાની મહામારી દરમિયાન સૌ કોઈ સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યા છે અને
પોલીસ પણ કારોના મહામારી વચ્ચે બંદોબસ્તમાં વ્યસ્ત હોય તેનો લાભ ઉઠાવી કેટલાક તત્વો ઓઇલ ચોરી સહિતના ગુન્હાહિત કૃત્ય આચરવાનું નક્કી કરી લેતા હોય છે. જોકે પોલીસના હાથ ખૂબ જ લાંબા હોય છે તે આ ઘટના પરથી તાદશ થઈ જાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કાણોદર પાસે શેરપુરા ગામના પાટિયા પાસેથી આ ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. આ બાબતે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર એસઓજીના એ.એસ.આઇ. સાયબાભાઇ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શેરપુરા પાટિયા પાસે હોટલ નવજીવન પાછળ ખુલ્લી જગ્યામાં માટીના પાળા પાસે એક ટેન્કર ઉભેલ હોય અને ખેતરમાં અંધારામાં માણસોનો અવાજ આવતો હોય પોલીસની ટીમે નજીક જઇ તપાસ કરતાં અંધારામાં ઉભેલ માણસો ખેતરમાં ભાગી છૂટ્યા હતા. દરમિયાન પોલીસે તપાસ કરતા ટેન્કરના પાછળના ભાગે પાઇપલાઇન દ્વારા કનેકશન જોડવામાં આવેલ હતું અને ખુલ્લા ખેતરમાં અલગ અલગ બે વાલ્વ લગાડેલા હતા. જે વાલ્વ આઈ.ઓ.સી. ની પાઇપમાંથી પંક્ચર પાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવી રહી હોવાનું જણાતા એસ.ઓ.જી.ની ટીમે આ બાબતે આઇ.ઓ.સી. કંટ્રોલ રૂમને જાણ કરતા
પેટ્રોલિંગ મોબાઇલ સુપરવાઇઝર સુરેન્દ્રસિંહ રાઠોડ ગાર્ડ સાથે આવી પહોંચ્યા હતા. તે ઉપરાંત આ બાબતે છાપી
પોલીસને પણ જાણ કરાતા
છાપી પી.એસ.આઇ.
એલ.પી.રાણા તથા સ્ટાફ પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં વધુ તપાસ દરમિયાન ટેન્કરના પાછળના ભાગે લોખંડની સીડી મુકેલ હતી. તેમજ બે પાઇપ ગોઠવેલ હતી. જેમાં આઇ.ઓ.સી. ની મથુરા સલાયા લાઈનમાં પંક્ચર કરી
પાઇપ જોડીને ક્રૂડ ઓઇલ કાઢી મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હતુ. ત્યારે આ બાબતે છાપી પોલીસ મથકે આવેલ ચોરી કૌભાંડ બાબતે ગુનો નોંધી આ ઓઈલ ચોરી કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

Download Our B K News Today App



Related News