ખીમાણા ગામે એક માનસિક રીતે અસ્થિર વૃધ્ધ મહિલાને 181 અભયમ હેલ્પલાઈન દ્વારા માનવતા ગ્રુપ ભાભર દ્વારા નારી ગૃહમાં આશરો અપાવી માનવીય કાર્ય કર્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-29 11:46:58
  • Views : 245
  • Modified Date : 2021-11-29 11:46:58

 

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ ભાભર દ્વારા માનસિક રીતે અસ્થિર મહિલાને 181 અભયમ હેલ્પલાઈનને કારણે આશરો મળ્યો છે.. ઉલ્લેખનીય છે કે ખીમાણા ગામ પાસે એક  માનસિક અસ્થિર મગજની વૃદ્ધ મહિલા રોડ બેઠી હતી ,જેને જોઈને સ્થાનિક લોકોને દયા આવી અને  તેના પરિવારજનો વિશે જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કંઈ બોલી શક્યા ન હતા. ત્યારે જાગૃત નાગરિક કમલેશભાઈ બારોટ અને ભરતભાઇ દેસાઈએ માનવતા ગ્રુપને જાણ કરતાં માનવતા ગ્રુપ સ્થળ ઉપર જઈને સંપૂર્ણ માહિતી મેળવીને 181 હેલ્પ લાઇન પર કોલ કરી આ અજાણી મહિલા વિશેની માહિતી આપી હતી.. ત્યારબાદ કોલ મળતા જ પાલનપુર સ્થિત 181 અભયમની રેસ્ક્યુ ટિમ જિનલબેન સોલંકી , શિલ્પાબેન પોલીસ , અમરતભાઈ બારોટ દર્શાવેલ સ્થળે ઉપર પહોંચી  વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો .પરંતુ તેના ઘર કે પરિવાર વિશે કોઈ જાણકારી ન મળતા આ મહિલાને પાલનપુર નારી ગૃહમાં મોકલી આપી હતી..આમ વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સાથળ પર ખસેડી માનવતા ગ્રુપે એક માનવીય કાર્ય કર્યું છે જેને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે

Download Our B K News Today App



Related News