ખીમાણાનાં વકિલની નોટરી તરીકે વરણી થતાં સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:13:07
  • Views : 455
  • Modified Date : 2019-04-15 06:13:07

કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામનાં એડવોકેટ મઘાજી સી.પરમારની નોટરી તરીકે વરણી થતાં તેમનાં મિત્ર વર્તુળ તથા સગા-સ્નેહી સંબંધી તેમજ સમગ્ર ખીમાણા ગામ અને શિહોરી વકિલ મંડળમાં ભારે આનંદ અને હર્ષની લાગણી છવાઈ જવા પામી છે. તેઓની નોટરી તરીકેની વરણીને ધ્યાને લઈ સમાજનું ગૌરવ વધારવા બદલ સમસ્ત ખીમાણા સદલાણી પાટીનાં અગ્રણીઓ, આગેવાનો, વડિલો તેમજ યુવાનો દ્વારા મઘાજી.સી.પરમારને કુમ-કુમ  તિલક કરી ફુલહાર પહેરાવી શ્રીફળ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.




Download Our B K News Today App



Related News