ખીમાણા હાઈવે પરના નાળામાં પાણીનો ભરાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:25:45
  • Views : 451
  • Modified Date : 2019-08-20 12:25:45

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવે નાળામાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના ભરાવા તેમજ મસમોટા ભયંકર ગાબડાનો ગંભીર પ્રાણપ્રશ્ન આમ પ્રજા સહિત વાહનચાલકોને વર્ષોથી સતાવી રહ્યો છે. જયારથી હાઈવે નાળાનું નિર્માણ થયું ત્યારથી અહીં નાળામાં તેમજ દેનાબેંક અને દૂધમંડળી સહિત સમણવા તરફ જવાનો માર્ગ દરવર્ષે ચોમાસા દરમ્યાન સામાન્ય વરસાદે પણ વરસાદી પાણીના તળાવડાં ભરાઈ જાય છે. જેના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા નહી હોવાથી વરસાદના વિરામબાદ પણ વરસાદી પાણીના દૂર્ગધ મારતા દુષિત તળાવડાં અને ખાબોચિયા ભરાઈ રહેતા હોવાથી આમ જનતાની તેમજ વાહનોની અવર-જવરના કારણે ભયંકર કાદવ-કિચડ થવા પામ્યો છે. જેથી કાદવ-કિચડની તિવ્ર ગંદકીના લીધે હાલમાં અહી મચ્છરોનો ભારે ઉપટ્રવ વધતાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત લોકોમાં વર્તાઈ રહી છે. જેથી પ્રજાનું આરોગ્ય જાખમાઈ રહ્યુ છે જયારે બીજી તરફ નાળામાં ભયંકર ગાબડા છે અને ત્યાં વરસાદી પાણી ભરાઈ રહેલું હોવાથી અહી થી પસાર થતાં વાહનચાલકો સીધાજ  ગાબડાના ખાડામાં ખાબડે છે જેમાં નાનાં વાહનો જેવા કે જીપ, કાર, રિક્ષા, છકડા તેમજ બાઈક સહિતના ટુ.Âવ્હલર વાહનો નિત્ય દિવસ દરમ્યાન વરસાદી પાણીના ભરાવાથી  છેતરાઈને સિધા ખાડામાં ખાબડીને કૂસાઈ જવા સહિત અવાર-નવાર નાના મોટા અકસ્માતો સર્જાવાના બનાવો પણ બની રહ્યા છે. જેમાં કેટલાંયે ઘાયલ થવા સહિત ઈજાગ્રસ્ત થવાના બનાવો પણ રોજ-બરોજ બની રહ્યા છે. ત્યારે પ્રજાની ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વારંવાર મૌખિક રજૂઆતો કરવા સહિત અખબારના માધ્મયથી જાણ કરવા છતાં પ્રજાની સમસ્યાને ઉકેલવામાં ના જાણે કેમ હાઈવે ઓથોરિટી પોતાનું અક્કડ વલણ અપનાવીને આંખ આડાકાન કરી ભેદી મૌન સેવે છે તે સમજાતુ નથી એક તરફ પ્રજાના આરોગ્યનો સવાલ છે જયારે બીજી તરફ વાહન ચાલકોની સલામતીનો... શું હાઈવે ઓથોરિટી કોઈ જાનહાનીની રાહ જાવે છે. પ્રજામાંથી સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ગંદકીના કારણે રોગચાળામાં સપડાઈને અન્યથા ગાબડાના ખાડામાં ખાબકીને અકસ્માતે મોતને કોઈ નિર્દોષ ભેટશે તો જવાબદાર કોણ ? હાઈવે ઓથોરિટીની નિષ્કાળજી અને બેદરકારીજ સામે આવશેને તેમાં શંકાને કોઈ સ્થાન છે જ નહી..? પ્રજા અને વાહન ચાલકોમાંથી એકજ સૂર રેલાઈ રહ્યો છે કે હાઈવે ઓથોરિટીને ટેક્ષ વસૂલવામાં રસ છે તો પછી તેમની ફરજમાં આવતી સમસ્યાઓને ઉકેલવામાં કેમ  રસ નથી. ? શું પ્રજાના આરોગ્યની સ્વચ્છતા અને સલામતીની તેમને કાઈ પડી જ નથી..? જા સત્વરે પ્રજા અને વાહન ચાલકોની આ ગંભીર સમસ્યાને ઉકેલવામાં નહી આવે તો પ્રજા ના છૂટકે ગાંધી ચિધ્યો રાહ અપનાવે તો નવાઈ નહી...!!





Download Our B K News Today App



Related News