શિનોર તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-29 13:18:41
  • Views : 198
  • Modified Date : 2023-07-29 13:18:41

  એક તરફ ચોમાસાના વરસાદે ગુજરાતમાં જમાવટ કરી છે. બીજી તરફ આ જ વરસાદથી તારાજી સર્જાઇ હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. વડોદરાના શિનોર તાલુકામાં ભારે વરસાદના  પગલે ભૂખી નદી બે કાંઠે થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ઉત્તરાજથી દિવેર જવાના રોડ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઘૂંટણસમા પાણીમાંથી કોઈ પસાર ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરાયો હતો. શિનોર પોલીસે પાણી ભરાયેલા રસ્તા પાસે હોમગાર્ડના જવાનો તહેનાત કર્યા હતા. લોકોને અવરજવર બંધ કરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News