કેનાલનું પાણી ન મળતા ખેડૂતો બન્યા ઉગ્ર..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 18:16:54
  • Views : 472
  • Modified Date : 2019-12-05 18:16:54


.આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કેનાલનું પાણીના મળતા જેવા કે રાછેણા,ચોથાનેસડા અને ટડાવના ખેડૂતો અવાર નવાર રાજુઆતો કરતા પાણી ન મળતા રાછેણા અને ચોથાનેસડાના 400 ખેડૂતો વાવ મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું હતું..જોકે વાત કરીએ વાવ તાલુકાની છેવાડાના વિસ્તાર ની તો રવીસીજન સરૂ થઈ જવા છતાં હજુ સુધી કેનાલનું પાણી ખેડૂતો ને મળ્યું નથી અવાર નવાર લેખિત મૌખિક રજુયત કર્યા છતાં જવાબદાર તંત્ર ની નીંદ ઊડતી નથી ખેડૂતો ની પડતા ઉપર પાટું મારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોના ખેતર કોરા ધાકોર પડ્યા છે કેનાલનું પાણી મળતું નથી ખેડૂતો ઉગ્રહ આંદોલન કરી રહ્યા છે.છતાં પાણી મળતું નથી અને છેવાડે પાણી પહોંચાડવામાં નર્મદાના અધિકારીઓ નિસફળ નીવડ્યા છે વાવ તાલુકાના સરહદે આવેલા ખેડુતોએ નર્મદા વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા કેનાલમાં પાણી ના છોડતા આખરે ખેડૂતો વાવ મામલતદાર કચેરીએ આવી આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો કે આવેદનપત્રની કોઈ કિંમત નથી? શું ખેડૂત ભૂખ હડતાલ આદરે તો જ પાણી મળે એવા શબ્દોનો પ્રયોગ કરી મનની વ્યથા ઠાલવી હતી. ચોથાનેસડા, ટડાવ અને રાછેણાની સીમમાં કેનાલમાંથી સિંચાઈના પાણી મેળવવા માટે છેલ્લા કેટલાય સમયથી નર્મદા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં પાણી ન છોડાતાં આખરે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી બે દિવસમાં પાણી નહીં છોડાય તો રાછેણા અને ટડાવના ખેડૂતો સામૂહિક આત્મવિલોપન કરશે એવી ચીમકી આપી હતી અને ચોથાનેસડાના 60 ખેડૂતો આજે સવારથી મામલતદાર કચેરીએ વાવ ઉપવાસ ધરણા બેસી ગયા હતા. અને જ્યાં સુધી છેવાડે પાણી નહિ પહોંચે ત્યાં સુધી અમારુ આંદોલન જારી રહેશે.ત્યારે હવે તંત્ર ક્યારે ખેડૂતોની સમસ્યાનો અંત લાવશે અને ક્યારે છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડસે આતો હવે આવનારો સમય જ બતાવશે


 

Download Our B K News Today App



Related News