પરંપરા ઃ ખેડૂતો ઉગમણી દિશાએ પાંચ ચાસ પાડી ખેતીનું મૂહુર્ત કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:37:02
  • Views : 479
  • Modified Date : 2020-06-24 11:37:02

ભારતમાં દરેક શુભ કામ માટે મૂહુર્ત જોવામાં આવે છે. ત્યારે અષાઢી બીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મૂહુર્ત માનવામાં આવે છે. ખેડૂતો પણ અષાઢી બીજના શુભ મૂહુર્ત પ્રસંગે ખેતીના સાધનોને કૂમકૂમ તિલકથી વધાવી ધરતીની પૂજા કરી વાવેતરની શરૂઆત કરે છે.
અષાઢી બીજ એટલે ખેડૂતો માટે ખેતીની શરૂઆત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અષાઢી બીજના દિવસે બનાસકાંઠા
પંથકના ખેડૂતો પણ વાજતે-ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મૂહુર્ત કરે છે. પહેલાના સમયમાં ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા, ત્યારે બળદને શણગારી હળ-બળદ જોડીને બળદની ૦
પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી
ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મૂહુર્ત કરાતું હતું. પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિકતા આવતા હવે
હળ-બળદના બદલે ટ્રેક્ટરો અને અન્ય ઓજારોની પૂજા કરવામાં આવે છે. સમયની સાથે સાથે ખેતીમાં પણ ટેકનોલોજીની સાથે સાથે આધુનિકતા આવતા પરંપરાગત ખેતી અને રીત રિવાજ પણ બદલાયા છે.
 બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરવામાં હતી. બાદમાં લાલ નાડાછડી બાંધી ગોળ, ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આવનારૂ વર્ષ ખુબજ સારૂ જાય અને ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી. ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા- રાખવા માટે પણ અષાઢી બીજના દિવસને શુભ માનવામાં આવે છે. આમ અષાઢી બીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાની
પરંપરા આજે પણ અકબંધ છે.

Download Our B K News Today App



Related News