ભારતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કરી આંતર ક્રોપ ખેતીની શરૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:40:08
  • Views : 5681
  • Modified Date : 2020-12-08 11:40:08

દેશમાં સૌ પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં ઓટોમેટિક પ્લાન્ટરથી વવાયેલા બટાટામાં આંતર
પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ડીસાના જાગૃત ડો. યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાંચ જગ્યાએ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાથમિક તબક્કે બટાકાની સાથે સાથે લસણનું પણ વાવેતર કર્યું છે. અને આ પ્રયોગમાં સફળતા મળતા જ ખેડૂતોને એટલી જ મહેનત અને એટલા જ ખર્ચમાં વધુ આવક મેળવી શકશે.
બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાને પછાત જિલ્લાનું કલંક લાગેલુ છે પરંતુ દિવસેને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અને પશુપાલનમાં પ્રગતિ કરી રહી છે તેને જાેતા હાલ બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન સાથે જાેડાયેલો જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.  ખેડૂતો હાલ ખેતીની સાથોસાથ
પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે અને દૂધમાં સારી એવી કમાણી પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કરી રહ્યાં છે.
દર વર્ષે વરસાદની અનિયમિતતાને કારણે અહીં
પાણીની પણ ખૂબ જ તંગી રહે છે. સિંચાઈ માટે તો ઠીક પરંતુ ઉનાળામાં તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ
પીવાના પાણી માટે પણ બે
પાંચ કિલોમીટર સુધી દૂર જવું પડતું હોય છે,  તેમ છતાં પણ અહીંના મહેનતુ, દીઘદ્રષ્ટિ વાળા અને હંમેશા ટેકનોલોજી યુક્ત ખેતી કરતા ખેડૂતો ખેતીના ધંધામાં દર વર્ષે અવનવું કરતા રહે છે. ત્યારે હવે દેશમાં સૌ પ્રથમ વખત ઓટોમેટિક પ્લાન્ટથી વવાયેલા બટાટાના પાકમાં આંતર પાકનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ પાંચ જગ્યાએ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ડોક્ટર યોગેશ પવારે પાંચ પ્રગતિશીલ ખેડૂતોને ત્યાં પ્રાથમિક તબક્કે ઓટોમેટિક પ્લાન્ટથી બનાવેલા બટાટાનાની સાથેસાથે લસણનું વાવેતર કરાવ્યું છે અને આ પ્રયોગમાં સફળતા મળ્યા બાદ ખેડૂતોને ઓછી મહેનત અને ઓછી મૂડીરોકાણમાં વધુ નફો રળતા થઈ જશે.

Download Our B K News Today App



Related News