કાંકરેજ પંથકમાં પાછોતરા વરસાદી ખેતી પાકોને નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 11:25:37
  • Views : 491
  • Modified Date : 2019-09-23 11:25:37

ચોમાસું માહોલ ચાલી રહ્યો છે ત્યારે ભાદરવા માસના ઉતરાર્ધ પૂર્વે અત્રે બેથી ત્રણ વાર પાછોતરો વરસાદ થતાં વરસાદની રી- એન્ટ્રીનાં પગલે ચોમાસું ખેતીપાકો સહિત કપાસ, એરંડા, મગ, તલ જેવા વિવિધ કઠોળ પાકોને વ્યાપક
નુકશાન થવા પામ્યું હોવાનું જગતનાં તાતની વાત ઉપરથી જાણવા મળી રહ્યું છે.
હાલમાં મોટા ભાગે ખેતરોમાં કપાસનો પાક લહેરાતો જાવા મળી રહ્યો છે ત્યારે અવિરત વરસાદની
રી-એન્ટ્રીના કારણે કપાસના પાકમાં કેરીઓ ખરી જવા સહિત કેરીઓમાં હવા પડવાને લીધે ખેડૂતવર્ગ ભારે ચિંતિત જણાઈ રહ્યો છે. વરસાદના પગલે ખેતી પાકોમાં નુકસાન થવા સહિત વધુ નુકસાન થવાની પણ ભારે ભિતી સેવાઈ રહી છે. જગતનો તાત  કુદરત સામે લાચાર જણાઈ રહ્યો છે અને વરસાદના પગલે નુકશાનના કારણે ઉત્પાદન ઘટવોની દહેશત વચ્ચે મૂઝવણ અનુભવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News