અમીરગઢ વિસ્તારમાં વધું એક નવીન ખેતીનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 11:17:36
  • Views : 8436
  • Modified Date : 2021-03-01 11:17:36

દિવસે દિવસે વધી રહેલા આધુનિકરણ વચ્ચે હવે છેવાડાના માનવીએ પણ ખેતી બાબતમાં હરણફાળ ભરી છે અને અવનવા પાકોનું સફળ વાવેતર કરી "કાળા માથાનો માનવી ધારે તે કરી શકે" એ કહેવતને બરાબર સાર્થક કરી બતાવી છે. ત્યારે હવે અમીરગઢ વિસ્તારના ખેડૂતો પણ ખેતી બાબતે આધુનિકરણ પદ્ધતિ
અપનાવી નવીન પાકોનું સફળ પરિક્ષણ કરતા જાેઈ શકાય છે. એક સમયે માત્ર ધાન્ય અને કઠોળ જેવા પાકોનું માંડ માંડ વાવેતર કરી દિવસો પસાર કરતા હતા. પરંતુ હવે આ છેવાડાનો માનવી પણ સમયને ભાંપી ગયો હોય એમ નવા નવા પાકોનું સફળ વાવેતર કરી અઢળક
રૂપિયા કમાઈ લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે. ત્યારે ડાભેલા ગામના ખેડૂત મનજીભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં અખતરા રૂપે રવિ સીઝનમાં અમેરિકન બાજરીનું વાવેતર કર્યું હતું. જેની સારી માવજત બાદ આજે તેમના ખેતરમાં લહેરાતો ભરપૂર અમેરિકન બાજરીનો
પાક જાેઈ સૌ કોઈ સ્તબ્ધ બન્યા છે. મનજીભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ વિઘાએ ચાલીસથી પચાસ મણનો આ પાક ઉતાર આપે છે અને માર્કેટમાં કિલોના ચાલીસ રૂપિયા બાંધ્યા ભાવે વેચાય છે. જાેકે ખાસ વાત એ છે કે બહુજ ઓછા ખર્ચે અને ઓછા પાણીએ આ પાક તૈયાર થઈ જાય છે અને સારો ભાવ મળતો હોવાથી આ પાકનું વાવેતર આવતા વર્ષે આ વિસ્તારમાં વધી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News