છેલ્લા ૬ વર્ષથી કેન્દ્ર સરકારનું શાસન ખેડૂત વિરોધી ઃ રાજીવ સાતવ કાયદાથી ખેડૂત અને ખેતી ખતમ થઇ જશે ઃ અમિત ચાવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:18:14
  • Views : 341
  • Modified Date : 2020-12-07 11:18:14

ખેડૂતોના સમર્થનમાં ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રતિક ઉપવાસ ભારત બંધના ખેડૂતના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં ગાંધીગનરમાં કોંગ્રેસ પ્રતિક ઉપવાસ કર્યા હતા. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત
આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણાં કરાયા હતા. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ડો. સી. જે. ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હજાર રહ્યાં હતા.દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો ૧૧ દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ ૮ તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના સમર્થનમાં અનેક રાજ્યના ખેડૂતો અને પક્ષો આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યક્રમને તંત્રની મંજૂરી મળતા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો સ્ટેજ ઉપર હાજર જાેવા મળ્યા. એક નાના સ્ટેજ ઉપર કોંગ્રેસના ૨૦ થી ૨૫ નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
કોરોનાની ગાઇડલાઇનનું કોઈ પાલન સ્ટેજ ઉપર ન કરાયું. જે પ્રકારે રાજકીય પક્ષો ભાજપ હોય કે કોંગ્રેસ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા. સામાન્ય માણસ માટે કોરોનાની ગાઈડલાઈનનું
પાલન ન થાય તો દંડ વસૂલાય છે. કોંગ્રેસના સ્ટેજ ઉપર કાયદાના નિષ્ણાંત વકીલ પણ ધરણા પર બેસ્યા છે, કાયદાના બનાવનાર બેઠા છે. આમ છતાં કોવિડ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ જાેવા મળ્યો. ખેડૂતોના આંદોલનને રાજકીય પક્ષોનો સાથ મળી રહ્યો છે. કોંગ્રેસે પણ ખેડૂતોના ૮મી ડિસેમ્બરે ભારત બંધને સમર્થન આપ્યું છે. જેમાં છછઁAAP, CPI, TRS, DMK, SAD સહિતની પાર્ટીઓ પણ સમર્થન આપ્યું છે. ત્યારે હવે ભારત બંધના સમર્થનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.

Download Our B K News Today App



Related News