વાવની રામપુરા એટા માઈનોર-૧ વેજપુર કેનાલ તૂટતાં ખેતરોમાં જળબંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 11:54:08
  • Views : 445
  • Modified Date : 2019-12-07 11:54:08

સરહદી વાવ, થરાદ, ઢીમા અને સુઈગામ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડો
રૂપિયાના ખર્ચે બનાવેલ સિંચાઈ માટેની કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારને કારણે છાસવારે કેનાલોમાં ગાબડાઓ પડે છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું ખર્ચ કરીને બિયારણ,ખાતર અને ટ્રેક્ટરની ખેડાઈ, વાવણી અને અન્ય ખર્ચે માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે કેનાલોમાં પડતાં ભ્રષ્ટાચારના ગાબડાઓથી બનાસકાંઠા જિલ્લામાં ખુબ જ મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરી આવા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે ખાતાકીય
 તપાસ કરી પોતાની સંપત્તિ
પણ તપાસવી જોઈએ.
વાવ તાલુકામાં માઈનોર, સબમાઈનોર, ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં પુરતા પ્રમાણમાં સિમેન્ટ, લોખંડ, કપચી જેવા મટિરિયલ્સનો અભાવ હોઈ સિંચાઈ માટે બનાવેલી કેનાલોમાં ગાબડાઓ પડે છે. તો વળી આડેધડ બનાવેલ કેનાલો ખેડૂતો માટે મોટી મુસીબત સમાન બની છે. તો વળી નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં જેતે જગ્યાએ ગાબડાઓ પડે છે. તેનું સમારકામ ઝડપથી નહિ કરતાં અનેક ખેડૂતો રવિ સિઝનમાં
પણ સિંચાઈથી વંચિત રહી ગયા છે. ત્યારે વાવ તાલુકાની રામપુરા એટા માઈનોર-૧
ડિસ્ટિક વેજપુર શાખાનું સત્વરે રીપેરીંગ થાય. આ અંગે
રામપુરા ગામના ખેડૂત વાવ તાલુકાના રામપુરાની માઈનોર-૧ એટા ડિસ્ટિક
વેજપુર શાખાની નર્મદા કેનાલ તા.૪/૧૨/૧૯ ના રોજ કેનાલમાં ગાબડું પડ્‌યું હતું.
રામપુરાના ખેડૂત પટેલ કરમણભાઈ માદેવભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હજુ સુધી છેવાડાના ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચ્યું પણ નથી અને કોન્ટ્રાક્ટરો તથા નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી આ કેનાલનું રિપેરીગ કામકાજ થતું નથી. એટલે પાણી છોડવામાં આવે એટલે કેનાલ તૂટી જાય છે
પાણી ન મળતા શિયાળુ
પાકનું વાવેતર નિષ્ફળ જવા પામ્યું છે.

Download Our B K News Today App



Related News