લેકાવાડામાં કોસ્ટગાર્ડે ખેડૂતના ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:37:01
  • Views : 332
  • Modified Date : 2021-02-06 11:37:01

લેકાવાડાથી ધરમપુર જવાના રોડ ઉપર સરકાર દ્વારા ઇન્ડીયન કોસ્ટગાર્ડને જમીન ફાળવવામાં આવી છે. ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા પાછળ આવેલા ખેતરમાં જવા માટે કોસ્ટગાર્ડને ફાળવેલી જમીનમાંથી રસ્તો હતો. પરંતુ કોસ્ટગાર્ડે તાર ફેન્સીંગ કરી રસ્તો બંધ કરી દેતા જગતનો તાત ગણાતો ખેડૂત લાચાર બન્યો છે. તત્કાલિન મામલતદારે દબાણ દુર કરવાનો હુકમ કર્યા બાદ રદ કરી નાંખવામાં આવ્યો હતો. હવે નવી સુનાવણીમાં તારીખ પે તારીખ પડતા ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.
સરકાર દ્વારા અનેક સરકારી સંસ્થાઓને આજુબાજુના ગામની પડતર જમીનોની ખેરાત કરાઇ રહી છે. ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા જ વિરોધ કરવામા આવે છે. તેનું એક માત્ર કારણ આ પ્રકારની હેરાનગતિ હોય છે. ગ્રામજનોને પોતાની માલિકીની જગ્યામાં રહેવુ મુશ્કેલ બને છે. આવો જ કિસ્સો લેકાવાડા ગામમાં બન્યો છે. ગામમાં રહેતા અને ખેતી કરતા વિક્રમસિંહ માધુસિંહ વાઘેલા અને જગતસિંહ લક્ષ્મણજી વાઘેલા ખેતી કરી જીવન નિર્વાહ કરે છે.
લેકાવાડા ગામથી ધરમપુર તરફ જવાના રોડ ઉપર સરકારે ઇન્ડીયન કોસ્ટગાર્ડને જમીન ફાળવાઇ છે, જે સીધીજ રોડ
ઉપર આવેલી છે. જ્યારે વિક્રમસિંહ વાઘેલાની માલિકીનું ખેતર કોસ્ટગાર્ડેને ફાળવાઇ તે જગ્યાની પાછળ આવેલું છે. ખેડૂત વિક્રમસિંહે કહ્યું હતું કે, વર્ષોથી અમારા ખેતરમાં જવા માટે કોસ્ટગાર્ડે ફાળવાઇ તે જગ્યાના રસ્તામાંથી જતા હતા. પરંતુ કોસ્ટગાર્ડે તાર ફેન્સીંગ કરી દેતા ખેતરમાં જવું મુશ્કેલ બન્યુ છે. એકવાર તત્કાલિન મામલતદાર ડી.જી.મોદીએ કોસ્ટગાર્ડના કમાન્ડન્ટને દબાણ કરેલી ફેન્સીંગ દુર કરવા હુકમ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તે હુકમને રદ કરવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી મારા સહિત અન્ય બે વિધવા મહિલાના ખેતરમાં જઇને ખેતી કરી શકતા નથી. હુકમ રદ કરાયા બાદ ફરીથી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. પાંચ વર્ષથી છતા છોકરે બ્રાહ્મણના સમ ખાવા જેવી સ્થિતિ ઉભી થઇ છે.  શુક્રવાર ૫ ફેબ્રુઆરી ૨૦૨૧એ મામલતદાર જગ્યા ઉપર
પંચનામું કરવા આવવાના હતા. પરંતુ તેમાં પણ ચૂંટણીની કામગીરીના કારણે તારીખ પડી રહી છે, જેના કારણે ખેડૂતને
પોતાના ખેતરમાં જવા માટે અન્ય ખેડૂતના ખેતરનો સહારો લેવો
પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News