દિયોદરના પાલડી ખાતે ખેતરમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 12:33:09
  • Views : 613
  • Modified Date : 2019-05-31 12:33:09

દિયોદર તાલુકાના પાલડી ગામે ગત દિવસે રાત્રીના સમયે એક ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મુતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો હતો અને હત્યાનો ગુન્હો ના નોંધાય ત્યાં સુધી લાશ ના સ્વીકારતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના પાલડી ગામે ગત દિવસે મોડી સાંજે પાલડી ગામે રહેતા શિવાભાઈ ચેલાભાઈ મોદી ઉ.૩૮ નો ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મુતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ગ્રામજનોએ દિયોદર પોલીસને કરતા દિયોદર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને એ. ડી. મુજબ ગુન્હો નોંધ્યો હતો. જેમાં રેફરલ હોસ્પિટલ ખાતે મૃતક શિવાભાઈના પરિવારજનો આવી પહોંચ્યા હતા અને હત્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી કસૂરવાર ના પકડાય અને હત્યાનો ગુન્હો ના નોંધાય ત્યાં સુધી લાશના સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. રેફરલ હોસ્પિટલ ખાતે બહોળી સંખ્યામાં લોકો એકઠાં થઇ  દિયોદર પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. હત્યાનો ગુન્હો નોંધવા પોલીસને રજૂઆત કરી હતી જો કે પોલીસે સાચી દિશામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા પરિવારજનોએ આખરે લાશ સ્વીકારી હતી. આ બનાવથી સમગ્ર દિયોદર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.




Download Our B K News Today App



Related News