કુશ્કલ ગામે ખેતરમાં છુપાયેલ જંગલી રીંછને રેસ્ક્યુ કરીને પાંજરે પુરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:41:09
  • Views : 2724
  • Modified Date : 2019-04-15 05:41:09

પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં જંગલી રીંછે દેખા દેતા ગામ લોકો ભયભીત થઈ ઉઠ્‌યા હતા અને રીંછ આવ્યુ હોવાની વનવિભાગને જાણ કરવામાં આવતા પાલનપુર તેમજ  દાંતીવાડા વનવિભાગની ટીમો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યા રેસ્ક્યુ કરીને રીંછને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતા.ેપાલનપુર તાલુકાના ચંડીસર ગામની સીમમાં રવિવારની વહેલી પરોઢે જંગલી રીંછ દેખાયું હતું જે રીંછ ફરતું ફરતું કુશકલ ગામની સીમમાં ધામા નાખ્યા હતા  કુશકલ ગામની સીમમાં આવેલ રામાભાઈ ગોદડભાઈ પરમાર નામના ખેડૂતના ના ખેતરમાં ઉભેલા એરંડાના પાકમાં રીંછ દેખાતા ખેતર માલિક દ્વારા રીંછ અંગે ગામના સરપંચ ઘેમરભાઈ જુડાલને જાણ કરવામાં આવતા સરપંચ દ્વારા જંગલી રીંછ ગામ મા કોઇ નુકસાન પહોંચાડે તે પહેલા રીંછને પકડી પાડવા માટે વન વિભાગને જાણ કરાઇ હતી તેને લઇ પાલનપુરના આર.એફ.ઓ એચ.જે ચૌધરી અને દાંતીવાડા આર.એફ.ઓ શક્તિ સિંહ  પોતાની ટીમ સાથે તાબડતોડ કુશકલ ગામે દોડી આવ્યા હતા અને ખેતર મા એરંડાના પાકમાં સંતાયેલ રીંછને પકડી પાડવા માટે પાંજરું મુકીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું જોકે ગામની સીમમાં રીંછ આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા રીંછને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્‌યા હતા અને વન વિભાગની ટીમો દ્વારા વેટનરી તબીબ જીતુ ભટોળની મદદથી રીંછને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં રીંછ ઉપર ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન મારો ચલાવીને રીંછને બેભાન કરવામાં આવ્યું હતું બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું જોકે રેસ્ક્યુ દરમિયાન  ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન એક કર્મચારી ના પગે લાગી જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યારે રીંછને દેખી ભાગવા  જતાં એક મહિલા ની બરણીમાં રહેલ દૂધ પણ ઢોળાઈ ગયું હતું  રવિવારે ચંડીસર અને કુશ્કલની સીમમાં એરંડાના પાકમાં છુપાયેલ જંગલી રીંછ કોઈ નુકસાન કરે તે પહેલા વન વિભાગ દ્વારા રીંછ ને પકડી પાડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે જંગલ વિસ્તાર મા પાણી અને ખોરાક ની અભાવે જગંલી પ્રાણીઓ ખોરાક ની શોધ મા ગામડાઓ તરફ દોડ મુકી રહ્યા હોય અનેક વાર જંગલી પ્રાણીઓ ઓ ગામડાઓ મા ઘુસી ને લોકો ને નુકસાન પહોંચાડે છે.


Download Our B K News Today App



Related News