કાંકરેજ તાલુકાના ખોડા ગામે ખેતરમાં આગ લાગતા ઘઉ બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:56:35
  • Views : 506
  • Modified Date : 2019-04-08 05:56:35

કાંકરેજ તાલુકાના ખોડા ગામે જી.ઇ.બી.સબ સ્ટેશન
પાસે આવેલા એક ઘઉના ખેતરોમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.
ખોડા ગામે ગતરોજ એક ઘઉંના ખેતરમાં ઇલેક્ટ્રિક પોલ ઉપર વીજળીના તારમાં ફોલ્ટ થતા ઘઉની કાપણી ચાલુ હતી તે સમયે અચાનક વાયરમાંથી તણખલા પડતાં એક વિધા ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ઠાકોર બાલાજી વરસંગજી ખોડા અને પટેલ વેલાભાઇ ગગાભાઇના ખેતરમાં આગ લાગી હતી. આ આગ લાગતા આ ખેડૂતો ઉપર આભ તુટી પડયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે નાણોટાના ફીટરની લાઇનમાં ફોલ્ટ સર્જાતા ભોગવાનો વારો  ખેડૂતને આવ્યો હતો.  મોઢામાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂત ચિંતાતુર બન્યો છે ત્યારે  વિજ કંપની આ
ખેડૂતને વળતર આપે છે કે
પછી ભોગવવાનું ખેડૂતને જ રહે છે તે જોવુ રહ્યું.

Download Our B K News Today App



Related News