ડીસામાં ફરી એકવાર શેરી ગરબામાં ખેલૈયાઓ રમઝટ જમાવશે : ડીસામાં 300 થી વધુ જગ્યાઓ પર આયોજન પૂર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:17:20
  • Views : 333
  • Modified Date : 2021-10-07 12:17:20

     ડીસામાં નવરાત્રિના પર્વને લઇ ૩૦૦ થી પણ વધુ શેરીઓમાં તૈયારીઓને આખરી ઓપ આયોજકો દ્વારા આપી દેવામાં આવે છે કોરોનાવાયરસ ની મહામારી બાદ ફરી એકવાર નવરાત્રિની સરકારે કોરોનાવાયરસ ની ગાઈડ લાઈન પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે વર્ષે પાર્ટી પ્લોટમાં સરકાર દ્વારા લોકોની ભીડ વધારે થાય તે માટે પ્રતિબંધ રાખવામાં આવે છે જેથી શેરી ગરબામાં આયોજકો દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવી છે. ડીસામાં લાલ ચાલી નવજીવન માતાશ્રી તેમજ સિંધી કોલોની વિસ્તારમાં 50 વર્ષથી પણ વધુ સમયથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થતું હોવાથી ડીસાના મોટાભાગના શેરી ગરબાઓ અદ્રશ્ય થઇ ગયા હતા પરંતુ વર્ષે સરકાર દ્વારા પાર્ટી પ્લોટમાં ગરબા ની પરમિશન ના આપતા ફરી એકવાર વર્ષો પછી ડીસાના ૩૦૦ થી પણ વધુ વિસ્તારોમાં શેરી ગરબામાં ધમધમતા થશે. ખેલૈયાઓ પણ છેલ્લા એક મહિનાથી શેરી ગરબામાં રમઝટ બોલવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે તેને લખેલી આમાં પણ કોરોનાવાયરસ ની મહામારી બાદ સરકાર દ્વારા ગરબામાં છૂટછાટ આપતા ખુશી જોવા મળી રહી છે. તો તરફ ડીસા ની તમામ શેરીઓમાં આયોજકો દ્વારા વર્ષે શેરી ગરબાની છૂટછાટ આપતાની સાથે તમામ શેરીઓ ને નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના પર્વને લઇ તમામ કોરોના guideline પણ જાહેર કરી દેવામાં આવી છે જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં.

Download Our B K News Today App



Related News