સાતમા નોરતાની તો આસો સુદ સાતમના ડીસા ખાતે યોજાઇ રહેલા શેરી ગરબામાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-14 12:20:15
  • Views : 319
  • Modified Date : 2021-10-14 12:20:15

          ડીસા શહેરમાં આવેલી ભૂમિ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રિની સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે.. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ગરબાનું આયોજન કરવામાં આવે છે.. સાતમી નવરાત્રીના રોજ ભૂમિ સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા માતાજીની આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોસાયટીના વૃધ્ધો, બાળકો, મહિલાઓ અને સ્થાનિક યુવકોએ સાથે મળીને રાસ ગરબાની રમઝટ મચાવી હતી

          સાતમના નોરતે ડીસા શહેરમાં આવેલી તિરુમાલા સોસાયટીમાં પણ સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.. પાટણ હાઇવે પર આવેલી તિરુમાલા સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. સાતમના દિવસે વેશભૂષા હરીફાઈ સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં ગરબામાં જોડાયા હતા અને રાસ ગરબાની રમઝટ મચાવી હતી.

          ડીસા શહેરમાં આવેલી સરસ્વતી પાર્ક ખાતે પણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે.. આ વિસ્તારમાં રહેવાશીઓ દ્વારા સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.  નાના બાળકોથી માંડીને વૃધ્ધો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ગરબા રમીને માતાજીની ભક્તિ કરી રહ્યા છે..

          તો આ તરફ મહાલક્ષ્મી પાર્ક ખાતે પણ નવરાત્રીના તહેવારને લઈ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.. મહાલક્ષ્મી સોસાયટી ખાતે ચચાર ચોકમાં માતાની પ્રતિમાની સ્થાપના કરીને સ્થાનિક લોકો દ્વારા ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે. અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ગરબે ઘૂમી રહ્યા છે.. આ વિસ્તારમાં સ્થાનિક મહિલાઓ દ્વારા સાંસ્ક્રુતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે..

          નવરાત્રિનો તહેવાર હોય એટ્લે સ્વાભાવિક છે કે યુવાઓમાં પ્રિય એવા ગરબાની રમઝટ બોલતી હોય... શક્તિ અને ભક્તિના આ તહેવાર દરમ્યાન પોતપોતાના વિસ્તારમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.. અને નવ દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા રમીને લોકો રાસ ગરબાની રમઝટ મચાવતા હોય છે.. ત્યારે ડીસા શહેરમાં આવેલા વિરેન પાર્ક ખાતે પણ સાતમા નોરતે સ્થાનિક યુવક અને યુવતીઓ દ્વારા વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં રાત્રિ દરમ્યાન ખેલૈયાઓ સાંસ્ક્રુતિક વેશ પરિધાન કરવા ઉપરાંત કાળા ચશ્મા સાથે ગરબે રમતા નજરે પડ્યા હતા..

          ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે નવરાત્રી પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે ડીસામાં પણ નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત ડીસાની પિંકસિટી સોસાયટીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પિંકસીટીના રહીશો દ્વારા  માં અંબાને મહાઆરતીનું આયોજન કરવામાં આવતા ભક્તો દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પિંકસીટી સોસાયટીના રહીશો દ્વારા મહાઆરતીમાં ભાગ લઈ માં અંબેની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.જે બાદ ખેલૈયાઓ મોડી રાત સુધી માતાજીના ગરબામાં રમઝટ બોલાવી હતી.

          તો આ તરફ છેલ્લા 10 વર્ષથી ચંદ્રલોક ભાગ-1માં પણ સ્થાનિક લોકો નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે.કોરોના વાયરસની મહામારીના 2 વર્ષ બાદ સરકાર દ્વારા છૂટછાંટ આપતા ચંદ્રલોક વિસ્તારમાં સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં નવરાત્રીના પર્વ નિમિતે ચંદ્રલોક વિસ્તારમાં મહિલાઓ દ્વારા નાની બાળકીઓનું કુમકુમ તિલક અને ફૂલથી પૂજન કરવામાં આવ્યું હતું.જે બાદ મહિલાઓ દ્વારા ચાચરચોકમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. 2 વર્ષ બાદ સરકાર દ્વારા ગરબાની છૂટછાંટ આપતા ચંદ્રલોક વિસ્તારમાં ગરબાનું આયોજન થતા ખેલૈયાઓએ ટ્રેફિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબામાં રમઝટ બોલાવી હતી.

          ડીસામાં નવરાત્રિના પર્વને લઈને વિવિધ શાળાઓ દ્વારા પણ નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ શાળા સંચાલક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોનાવાયરસ ની મહામારી વાત સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ થતાની સાથે જ આ વર્ષે શાળા કોલેજોમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે ગરબાનું આયોજન થતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં રમઝટ જમાવી હતી નવરાત્રિના પર્વને લઇ વિદ્યાર્થીઓમાં ગરબા રમતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News