એચ.એન.જી.યૂનિ.ખાતે ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-28 12:20:27
  • Views : 441
  • Modified Date : 2019-11-28 12:20:27

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા અગાઉ ચોમાસામાં ભારે વરસાદના કારણે મુલત્વી રાખવામાં આવેલ ખેલકૂદ મહોત્સવનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ ૨૭ થી ૨૯ નવેમ્બરના સુધી યોજાશે. જેમાં  ૬૦ થી વધુ કોલેજોના  ૮૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લઈને  પોતાનું કૌશલ્ય બતાવશે .
યુનિવર્સિટી દ્વારા ગત તારીખ ૨૬ ,૨૭, ૨૮  
સપ્ટેમ્બરના રોજ ૩૧ માં આંતર કોલેજ યુવા મહોત્સવ અને ખેલકૂદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સમય ગાળા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે યુવક મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. પરંતુ ખેલકૂદ મહોત્સવ મેદાનોમાં પાણી ભરાઈ જવાના કારણે સંજોગો વસાત થઇ શકયો ન હતો અને તેને મુલત્વી રાખવામાં આવ્યો હતો.
ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા  ૨૭ થી ૨૯ નવેમ્બરના  સુધી  ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે  જેનો પ્રારંભ થયો હતો. આ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન વિભાગો અને કોલેજો મળી કુલ ૬૦ થી વધુ કોલેજોના ૪૦૦ ભાઈઓ અને ૪૦૦ બહેનો મળી કુલ ૮૦૦  ખેલાડીઓ  દોડ, કુદ અને ફેંક વિવિધ રમતમાં ભાગ લેનાર છે.
૨૯ નવેમ્બરના રોજ ખેલકૂદ મહોત્સવનો સમાપન સમારોહ યોજાશે. જેમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનિલ ભાઈ નાયક, યુનિના બોર્ડ ઓફ સ્પોર્ટર્્‌સના ચેરમેન શૈલેષભાઈ પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટાર ડા. ડી.એમ.પટેલ  સહિતના કારોબારી  સભ્યો , અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓ અને ટીમોને પ્રમાણપત્રો અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરશે. તેમજ આ ખેલ મહોત્સવમાં જે વિદ્યાર્થીઓ વિજેતા થયા હશે તેઓ આગામી ૨ થી ૬ જાન્યુઆરીના રોજ બેંગ્લોર ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી
સ્પર્ધામાં ભાગ લેશે અને સિલેક્શન થનાર ખેલાડીઓની રહેવા અને જમવાની  વ્યવસ્થા  યુનિ ખાતે કરવામાં આવનાર છે. તેમ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક  ડો. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News