લાખણી પંથકમાં તરબૂચની ખેતી કરતા ખેડૂતો નુકસાનમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 12:05:06
  • Views : 425
  • Modified Date : 2020-04-15 12:05:06

કોરોના વાયરસ સામે લડવા હાલ સરકારે દેશમાં ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધારીને ૩ મે સુધી અમલી બનાવ્યું છે. લોકડાઉનને પગલે લોકોના જીવનધોરણ પણ માઠી અસર
પડી છે. ખાસ કરીને વાત કરીએ તો, ખેડૂતો પર લોકડાઉનની ખુબ માઠી અસર પડી છે. ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરમાં પડેલ પાક લોકડાઉનને પગલે સડી રહ્યો હોવાથી આર્થિક સંકડામણમાં આવી ગયા છે.
બનાસકાંઠા જિલ્લા  સહિત લાખણી તાલુકાના બાગાયતી
પાકો પર નિર્ભર ખેડૂતોની હાલત ફફોડી બની ગઈ છે. લાખણી તાલુકાના કેટલાંક ખેડૂતો તરબુચના પાક પર નિર્ભર છે. હાલ લોકડાઉનને
પગલે તરબુચનો પાક તૈયાર થઈને ખેતરમાં પડ્‌યો છે. તરબુચ પાકી ગયા છે પણ લોકડાઉનને લઈને ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાથી કોઈ વેપારી પાક લેવા તૈયાર થતો નથી. જેથી તરબુચના પાકનો નિકાસ થતો નથી, જેથી ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર લોકડાઉન કરે પણ માલના નિકાલ માટે અલગ રસ્તો આપે અને તરબુચનો પાક સંગ્રહ પણ ન થઈ શકે. જો સંગ્રહ કરીએ તો એ બગડી જાય અને બગડેલો
પાક ખસેડવા માટે પણ મજુરી આપવી પડે અને હાલમાં મજુરો નથી મળતા જેથી આવનારા દિવસોમાં બગડેલા પાકને કારણે રોગચારો ફેલાવવાની પણ સંભાવનાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે. આવા જ અનેક કારણોને લીધે ખેડૂતોની સ્થિતિ ઘણી ખરાબ થઈ પડી છે. લોકડાઉનને કારણે લાખણી તાલુકામાં તરબુચનો પાક કરતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News