ડીસામાં મગફળી ખરીદીના વજનમાં ગોલમાલ, ખેડૂતોનો પેઢી ઉપર હંગામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:44:16
  • Views : 2843
  • Modified Date : 2020-10-23 11:44:16

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની ગુણીઓ ભરીને
વેપારીને ત્યાં આવેલા ખેડૂતોએ વેપારીના પેઢીના કાંટામાં વજન કરાવતા એક બોરી દીઠ પ થી ૬ કિલો વજન ઓછું બતાવતા ખાત્રી કરીને આવેલા ખેડૂતે
વેપારીની પેઢી ઉપર હંગામો મચાવ્યો હતો. જે અંગેની માર્કેટના સેક્રેટરીને જાણ કરાતા આ છેતરપિંડીને લઈ તપાસ કરવાની ઈન્સ્પેક્ટરને સૂચના આપી છે.
આ અંગેની હકીકત એવી છે કે, લાખણી તાલુકાના કાતરવા ગામના ખેડૂત
પરબતભાઈ દેસાઈ પોતાની ૮૦ બોરી મગફળીની ગુણીઓ લઈને ડીસા માર્કેટયાર્ડમાં આવેલી અંબિકા ટ્રેડીંગ નામની પેઢીમાં આવ્યા હતા. જ્યાં
વેપારી દ્વારા કાંટા ઉપર વજન કરાતાં ઓછું વજન કરીને છેતરપિંડી કરાતી હોવાની શંકા ગઈ હતી. જેથી ખેડૂતે તેમના મામાનું કાંટા ઉપર વજન કરતા પ૮ કિલો થયું હતું. બાદમાં બીજા કાંટા ઉપર એ જ રીતે વજન કરતા ૬૪ કિલો વજન થયું હતું. આમ કાંટામાં વજનની ગોલમાલ જણાતા ખેડૂત વેપારીની પેઢીએ પહોંચ્યો હતો. તમામ મગફળીનું વજન કરાવતા એક બોરી દીઠ પાંચ કિલો વજન ઓછું આવતા ખેડૂત
પરબતભાઈ દેસાઈ રોષે ભરાયા હતા અને  અંબિકા ટ્રેડિંગની પેઢી ઉપર હંગામો મચાવ્યો હતો. પરંતુ વેપારીએ ખેડૂતની ફરિયાદ ન સાંભળતા આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જેથી અન્ય ખેડૂતો પણ આવા વેપારીઓ પાસે છેતરાય નહીં.

Download Our B K News Today App



Related News