થરાદ પંથકમાં બે દિવસથી સતત વરસાદથી ખેડૂતોનો લાખો ટન ઘાસચારો બગડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 12:10:10
  • Views : 368
  • Modified Date : 2020-10-20 12:10:10

થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થવા
પામ્યું છે. ત્યારે રોકડીયા ગણાતા બાજરી, જુવાર અને મગફળી જેવા પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં કાપેલો ઘાસચારો પણ બગડવા પામ્યો છે.
આથી પશુધનને પણ આવનારા સમયમાં મુશ્કેલી પડી શકે તેવું કહી શકાય છે. તેમજ થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂત આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ કમોસમી વરસાદને કારણે અમારા ખેતરમાં કાપેલો ઘાસચારો અને મગફળી અને બાજરી જેવા રોકડીયા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. આથી સરકાર આ બાબતે કઈક વિચારી ખેડૂતોને સહાય કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News