વાવ સુઈગામ પંથકમાં તીડનું આક્રમણ તંત્ર નિષ્ફળ હોવાના ખેડૂતોના આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-18 12:24:00
  • Views : 573
  • Modified Date : 2019-12-18 12:24:00

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં ચાર દિવસ અગાઉ આવેલા રાજસ્થાન તરફથી આવેલ તીડના આક્રમણ થતા દસ ૧૦ ગામોમાં ફરી વળતા કારેલી ચંદનગઢ સહિતના ગામોમાં પ હજાર એકર જમીન વાવેલ દિવેલા, જીરા, રાઈ પાકમાં તીડના આક્રમણના  કારણે પાક નષ્ટ થયો હતો. મોડે મોડે તંત્ર    જાગી ગોકળ ગતિએ દવાનો છંટકાવ કરતા અને પવનની દિશા બદલાતાં તીડ રણ તરફ ફંટાતા અન્ય ગામના ખેડૂતોમાં હાંશકારો અનુભવાયો હતો. પરંતુ  તીડ સુઇગામ તાલુકાના સુઈગામ, જલોયા, ભરડવા, લિબુણી સહિત ગામોમાં એટેક કરતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકનો  નાશ કરતા  ખેડૂતો કેમેરા સામે ચોધાર આસુંએ રડી પડયા હતા. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના કાર્યકરોએ સુઈગામ પંથકની તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઇ તંત્રને તાકીતે દવા છાંટવા માટે  સૂચન કર્યુ હતુ. જોકે સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે તીડ નિયંત્રણ વિભાગ અને બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વહીવટી તંત્ર સાવ નિષ્ફળ નીવડયું હોવાના આક્ષેપ કર્યા હતા. ચાર દિવસનો સમય વીતવા છતાં તંત્રની સાવ ગોકળ ગતિએ કામગીરી ચાલુ રહેતા અન્ય ગામોના ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ.


Download Our B K News Today App



Related News