ધાનેરામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની કતારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 11:45:52
  • Views : 486
  • Modified Date : 2020-04-26 11:45:52

જ્યારથી લોકડાઉન થવા
પામ્યુ છે ત્યારથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં ખાસ કરીને ખાતર માટે ખેડૂતોને રોજે રોજ ધાનેરાના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે. હાલમાં યુરીયા ખાતરની તાતી જરૂરીયાત છે તેની સામે ખાતર ન હોવાથી સવારે જ્યારે ખેડૂત ધાનેરા આવે અને સમાચાર મળે કે એક જગ્યાએ ખાતર આવેલ છે તો ત્યાં લાંબી કતારો જોવા મળતી હોય છે અને ઉપરથી પોલીસ તો જાણે ખેડૂતોને સસ્તા જોયા હોય તેમ તેમના ઉપરજ દાવ અજમાવતી જોવા મળતી હોય છે જેના કારણે ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે.

Download Our B K News Today App



Related News