અમીરગઢના વેપારી મથક ઇકબાલગઢમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 12:07:19
  • Views : 302
  • Modified Date : 2020-10-20 12:07:19

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જે અમીરગઢ વિસ્તારમાં વધારે પ્રમાણમાં હોવાથી ખેડૂતોના તૈયાર થયેલ પાકનો સોથ વળેલ છે. ગત રવિવારના સાંજના સમયે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી રસ્તાઓ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં તૈયાર થયેલ મગફળી, કપાસ, તલ અને મગ જેવા પાકોને નુકસાન થયેલ હોવાથી દર સીઝનમાં તૈયાર પાક ઉપર વરસાદ પડતાં ભારે નુકસાન થયું છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. અમીરગઢ વિસ્તાર ઉપર જ જાણે કુદરત રુઠયો હોય તેમ દર સીઝનમાં ગમે તે ઋતુમાં કમોસમી વરસાદ થાય છે અને મોટું નુકસાન કરે છે.
 ઇકબાલગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે ગાજવીજ અને ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ખેડૂતોની થોડી બચેલા આશ પર પાણી ફરી વળ્યું હતું. આ વરસાદથી માર્કેટયાર્ડમાં બહાર પડેલ
વેપારીઓની ૫૦૦ જેટલી મગફળીની બોરીઓ પલળી જવા પામી હતી. માર્કેડયાર્ડના સેક્રેટરી ભાવેશ પટેલના જણાવ્યા પ્રમાણે આ વરસાદથી વેપારીઓનો દસ લાખ જેટલો માલ બગડી ગયેલ છે. જે હવે ધાર્યા મુજબ ભાવ મળવાપાત્ર ન હોવાથી વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે.

Download Our B K News Today App



Related News