કાંકરેજ તાલુકામાં તેરવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 11:54:23
  • Views : 488
  • Modified Date : 2019-12-06 11:54:23

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી થરા-ભાભર રોડ ઉપર આવેલ તેરવાડા ગામેથી નર્મદાની માઈનોર કેનાલ નિકલે છે.
કાંકરેજ પંથકમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં તેરવાડા નજીક આવેલ ઓગડપુર નજીક વહેલી સવારે ગાબડું પડયું હતું. જેમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હલકી કામગીરીના
પગલે કેનાલમાં ગાબડું પડ્‌યું હોવાની રાવ લોકમુખે ચર્ચાઈ રહી હતી. હજારો ક્યુસેક પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવેલી કેનાલો રીપેર કે સાફ-સફાઇ કરવામાં ન આવતા ગાબડા પડતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડતા પંથકના ખેડૂતો લાલઘૂમ બન્યા છે. વારંવાર ગાબડાં પડવાથી કેનાલનું પાણી ખેતરમાં જતુ હોવાથી પાકને મોટા પાયે  નુકસાન થાય છે.

Download Our B K News Today App



Related News