થરાદ પંથકમાં વરસાદ ઃ ખેડૂતોને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:48:20
  • Views : 258
  • Modified Date : 2020-10-18 11:48:20

થરાદ પંથકમાં છેલ્લા ઘણા સમયના વિરામ બાદ સાંજે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. ગાજવીજ અને
પવન સાથે વરસાદ આવતા જ લોકોએ અસહ્ય ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. મન મૂકીને વરસેલા વરસાદથી ગામના અને માર્કેટના જાહેર રસ્તાઓની દૈનિક સફાઈમાં રખાતી કચાસથી જાહેર માર્ગો ઉપર પડી રહેતી રેત-માટીમાં વરસાદી પાણી ભરાતા માર્ગો ઉપર કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આ અગાઉ
પડેલા સાંબેલાધાર વરસાદથી તાલુકાના કેટલાય ખેતરોમાં ભરાઈ ગયેલા પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ પડતા ખેતર માલિકોની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. તેમજ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

Download Our B K News Today App



Related News