દાંતીવાડામાં નકલી બિયારણથી ખેડૂતોને લાખોનું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 11:05:50
  • Views : 584
  • Modified Date : 2021-04-06 11:05:50

દાંતીવાડા તાલુકાના સોતરવાડા ગામમાં ખેડૂતોએ બ્રાન્ડેડ પાયોનીયર કંપનીનું બાજરીનું બિયારણ લાવી વાવેતર કર્યું હતું પરંતુ એક પણ દાણો ખેડૂતના ખેતરમાં ન આવતા આખરે આ બિયારણ ડુપ્લિકેટ હોવાનું ખેડૂતોને જાણવા મળ્યું હતું. જ્યારે આ બાબતે અધિકારીઓને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવતા અધિકારીઓ આ બાબતે કંઈ પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આથી કંટાળેલા ખેડૂતોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
આ બાબતની જાણ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીને થતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ
પણ આ સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે અને તપાસ દરમિયાન જે પણ સત્ય હકીકત આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News