ધાનેરામાં યુરીયા ખાતર બાબતે ખેડૂતોને હાલાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 12:00:55
  • Views : 454
  • Modified Date : 2020-04-09 12:00:55

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશ લોકડાઉનમાં છે ત્યારે બીજી તરફ ખેડૂતને ઉનાળુ પાક વાવવાની સિઝન છે. પરંતુ આ સિઝનમાં ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં ખાતરની જરૂરીયાત સામે ખાતર ન હોવાથી જ્યાં પણ ખાતર આવ્યાના સમાચાર મળે ત્યારે ખેડૂતો ત્યાં પહોંચી જતા હોય છે અને બુધવારે જડીયા ખાતે ખાતર આવતા ખેડૂતો મોટા પ્રમાણમાં પહોંચી ગયા હતા અને ક્યાંય ડીસ્ટન્સ જોવા મળ્યુ ન હતુ. ત્યારે બીજી તરફ ધાનેરામાં કેટલાંક પ્રાઇવેટ દુકાન ધરાવતા વેપારીઓ પોતાના ગોડાઉનોમાં ખાતરનો સંગ્રહ કરતા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.
જેથી મામલતદાર દ્વારા આવા ગોડાઉનમાં ખાતરનો સંગ્રહ કરનાર વેપારીઓ સામે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ બબાતે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ
પટેલે પણ કલેકટર તેમજ મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે તેમ છતાં કોઇ નિરાકરણ ન આવતા ખેડૂતોને ફરી નુકસાન ભોગવવાના દિવસો આવે તો કોઇ નવાઇ નથી. 

Download Our B K News Today App



Related News